અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહિનાથી ઢોરવાડામાંથી ગાય ગુમ થવાની ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષે થોડા દિવસ પહેલાં જ રખડતાં ઢોર પકડવા માટે રૂપિયા ૫૦ લાખના હપ્તા બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપોને પણ ગાયના બદલે વાછરડા પકડવાના મુદ્દા સાથે સાંકળવામાં આવી રહ્યો છે.
AMCના ઢોરવાડામાંથી ગાય ગુમ થવા મામલે વિપક્ષનો વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહિનાથી ઢોરવાડામાંથી ગાય ગુમ થવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી જેના પ્રાથમિક રિપોર્ટમાં 96 ગાય ગુમ થઇ હોવાની વિગતો સામે આવી છે. આથી, કોંગ્રેસ પક્ષે આ ઘટના પર વિરોધ દર્શાવ્યો હતો તેમજ પોલીસ ફરિયાદ અને વધુ તપાસની માંગણી કરી હતી.
આ સમગ્ર આરોપ વચ્ચે સી એન સી ડી ખાતા દ્વારા જે ભૂલ પકડવામાં આવે છે. તે પૈકી રોજ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઢોર છૂટી રહ્યા છે. જેના માટે રૂપિયા 10 હજારની પેનલ્ટી અને પોલીસ ફરિયાદના ખર્ચ અને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. સુત્રો આ બાબતને અર્ધસત્ય જણાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આજે મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને વધુ તપાસની માંગણી હાથ ધરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું, ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સાત દિવસની અંદર જ આ બાબતનો ફેંસલો લઇ આવશે તેવું જણાવ્યું હતુ.