ગુજરાત

gujarat

ETV Bharat / state

Congress Protest: મણિપુર મામલે વિરોધ કરી રહેલ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, તમામ મહિલાઓની અટકાયત - પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

મણીપુરમાં મહિલા પર થયેલ અમાનવીય કૃત્ય મામલે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા પાલડી ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તા કામિનીબેન સોની બેભાન પણ થયા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 23, 2023, 8:44 PM IST

ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા પાલડી ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

અમદાવાદ: મણીપુરમાં બે મહિલાઓને નગ્ન કરી રસ્તા પર ફેરવવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને સરકાર દ્વારા પણ ધ્યાનમાં લઈને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આવા કૃત્ય કરનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ગુજરાત મહિલા કોંગ્રેસ પણ મણીપુરની ઘટનામાં મહિલાઓના સમર્થનમાં આવી છે.

પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

કાળી પટ્ટી બાંધીને વિરોધ: પાલડી કોચરમ આશ્રમ ખાતે મહિલા કોંગ્રેસના આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ મો પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સાથે જ નારી સન્માનના બેનરો લઇને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વિરોધ દરમિયાન ગુજરાત પોલીસ તેમજ ગુજરાત કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેમાં કોંગ્રેસના કાર્યકર્તા કામિનીબેન સોની ઘટના સ્થળ પર જ બેભાન થયા હતા. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલ તમામ મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

પાલડી ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

કડક કાર્યવાહીની માંંગ:કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન રાખવામાં આવી રહ્યું છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા આગેવાનોએ પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ બહાર મોં પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો.

અનેક રાજ્યોમાં વિરોધ:ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કડકાઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ખૂબ જ ગંભીર ઘટના ગણાવી છે. આ બનેલી ઘટનાને લઈને અનેક રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારે બીજી બાજુ આ જ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  1. Chhotaudepur News: મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, છોટાઉદેપુર જિલ્લો સજ્જડ બંધ
  2. Manipur Video: મણિપુર વીડિયો મામલે FIRમાં વિલંબ કેમ થયો ? જાણો કોણે લીક કર્યો વીડિયો ?

ABOUT THE AUTHOR

...view details