અમદાવાદ: દર મહિનાના આખરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને પગલે આ સામાન્ય સભા ઓનલાઇન યોજવામાં આવે છે જેના દ્વારા આજે કોંગ્રેસે સમાંતર સામાન્ય સભા યોજીને મેયર ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર બેસાડી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ શાસન સામે તસવીરો અને બેનરો સામે વિરોધ નોંધાવ્યો હતો.
AMCના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ, ડમી બોડી બેસાડી વિરોધ દર્શાવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઈન યોજાય છે. જે કારણે કોંગ્રેસ દ્વારા સમાંતર સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ડમી મેયર ડેપ્યુટી, મેયર અને મ્યુનિસિપલ કમિશનર બેસાડી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ શાસન સામે તસવીરો અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા ઓનલાઇન યોજાય છે અનલોક બાદ અન્ય મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સભા યોજાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભાનાં યોજાતા આજે વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખી રીતે સભા યોજવામાં આવી હતી.
આ સમાંતર સામાન્ય સભામાં સુરેન્દ્ર બક્ષીને ડેપ્યુટી મેયર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મ્યુનિસિપલ કમિશનર બનાવાયા હતા. ઓનલાઇન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી ન હોવાની રજૂઆત કરાઇ હતી. મેયરને મર્યાદિત સંખ્યામાં સભ્યો બોલાવવા રજૂઆત બાદ પણ મંજૂરી નહીં આપવા તેમજ વિપક્ષના નેતા દિનેશ શર્માએ શ્રેય હોસ્પિટલનો મુદ્દો ઉઠાવી માત્ર તપાસનું નાટક કરવામાં આવે છે, તેમ જણાવ્યું હતું.