અમદાવાદ :શહેરમાંથી ફરી એકવાર દેહવેપારની પ્રવૃતિ કરાવતા આરોપીઓ ઝડપાયા છે. ઓઢવ રીંગરોડ પર આવેલા બોધી ઇન્ટરનેશનલ સ્પામાં પોલીસને દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા ત્યાં દેહવ્યાપાર થતો હોવાનું માલૂમ પડ્યું હતું. દેહવ્યાપારમાં ધકેલાયેલી મિઝોરમની યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉપરાંત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
સ્પાની આડમાં દેહવ્યાપાર : અમદાવાદ શહેરમાં એસ.પી. રીંગ રોડ સહિતના અલગ અલગ જગ્યાઓ પર સ્પાના રાફડા પાર્ટી નીકળ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓઢવ પોલીસ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ઓઢવ રીંગરોડ પર આવેલા ધર્મકુંજ આર્કેડ કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલા બોધી ઇન્ટરનેશનલ સ્પા આવેલ છે. આ સ્પામાં બોડી મસાજની આડમાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની નાગરિકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને રજૂઆત મળી હતી.
પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો :માહિતીના આધારે ઓઢવ પોલીસે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા બોધી ઇન્ટરનેશનલ સ્પાના માલિક તેમજ સંચાલકો દ્વારા સ્પામાં બોડી મસાજ માટે આવતા ગ્રાહકો સાથે બોડી મસાજનું કામ કરતી યુવતીઓ દ્વારા દેહવ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે રાહુલ વાળંદ તેમજ નીકુલ દેસાઈ, સાદ અહેમદ નબી, શોએબ ઈંડાવાલા અને રવિ પ્રજાપતિ નામના પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે ઓઢવ પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
3 યુવતીને રેસ્ક્યુ કરી : આ મામલે સ્થળ પરથી મિઝોરમની 3 યુવતીઓ પણ મળી આવતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવી છે. ડમી ગ્રાહકને પોલીસે સ્પામાં મોકલતા તેણે અંદર જઈ માલિકને 1 હજાર રૂપિયા આપ્યા હતા. સ્પા માલિકે ડમી ગ્રાહકને એક રૂમમાં મોકલ્યો હતો. આ કેસમાં સ્પાના માલિક નિકુલ વાળંદ અને મદદ કરનાર નીકુલ દેસાઈ અને સ્થળ પર હાજર 3 ગ્રાહકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- સ્પાની આડમાં દેહવ્યાપારઃ સુરતની મહિલાએ 15 વર્ષીય કિશોરી પાસે જબરદસ્તી દેહવ્યાપાર કરાવ્યો
- વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ