શહેરના સરદારનગર વિસ્તારના છારાનગરમાં ઝોન-4માં ડીસીપી નીરજકુમાર બડગુજરે તેમની ટીમે સાથે મળીને પ્રોહીબિશન ડ્રાઇવ યોજી હતી. જે દરમિયાન હજારો લીટર દેશી દારૂ અને દેશી દારૂનો વોશ ઝડપી પાડ્યો હતો તથા જેના ઘરમાંથી દારૂ ઝડપાયો તેની સામે કાર્યવાહી કરી હતી.
બગાસું ખાતા પતાસું મળ્યું, દારૂ પકડવા ગયેલી પોલીસે પકડી વીજ ચોરી - AHD
અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં ફરી એકવાર પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસે દેશી દારૂ ઝડપી પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કેસ નોંધ્યા છે.
ઉલ્લેખનીય છે, કે સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ડ્રાઇવ યોજવામાં આવે છે. છતાં પણ બૂટલેગરો જાણે બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. બૂટલેગર સામે અગાઉની ડ્રાઇવ દરમિયાન કેસ કરવામાં આવ્યો હતો તે બુટલેગર આજે ફરી વાર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. એક વાર દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને જલ્દીથી જામીન મળી જતા હોવાથી કાયદાનો શરેઆમ ભંગ કરીને બૂટલેગરો દારૂનો વ્યવસાય ચાલુ જ રાખે છે.
પોલીસ દ્વારા જેટલી વાર સરદારનગર વિસ્તારમાં રેડ કરવામાં આવે છે. ત્યારે દેશી દારૂ તો મળી આવે છે. સરદારનગરમાં પ્રોહિબિશનની રેડ કરવા પોલીસ પહોંચી ત્યારે વીજ ચોરી થતી હોવાનું માહિતી પણ પોલીસને મળી હતી તેથી ટોરેન્ટ પાવરની વિજિલન્સની ટીમે પણ દરોડા પાડ્યા હતા અને અનેક ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડયા હતા અને દંડનીય કાર્યવાહી પણ કરી હતી.