ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને કારણે મંદિરોમાં પ્રસાદી પર પ્રતિબંધ, ભાંગ વેચતી લારીઓના વેચાણમાં પણ ઘટાડો

દેશભરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભાંગની પ્રસાદી આ વખતે મંદિરો દ્વારા આપવામાં આવી નથી. તો બીજી તરફ લારીઓમાં વેચાતી ભાંગનું વેચાણ પણ ઘટ્યું છે.

ahmedabad news
ahmedabad news

By

Published : Mar 11, 2021, 9:21 PM IST

  • મહાશિવરાત્રીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
  • દર વખત કરતાં આ વખતે ભાંગનું વેચાણ પણ ઘટ્યું
  • ભાંગમાં પણ અનેક વેરાયટી જોવા મળી
    ભાંગ વેચતી લારીઓમાં વેચાણમાં ઘટાડો

અમદાવાદ: દેશભરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. કોરોનાને લઈને આ વખતે ભાંગની પ્રસાદી આપવામાં આવી નથી. તો લારીઓમાં વેચાતી ભાંગ લોકો પ્રેમથી પીવે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાંગનાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જે 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે મંદિર દ્વારા પ્રસાદી ન આપતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.

ભાંગ વેચતી લારી

આ વર્ષે ભાંગની કિંમતમાં બમણો ભાવ જોવા મળ્યો

આ વખતે ભાંગની ગોળીઓનું વેચાણ વધારે જોવા મળ્યું હતું. જેમાં ભાંગના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાંગની કિંમતમાં બમણો ભાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :મહાશિવરાત્રીના તહેવાર પર જૂના અખાડામાં ગુરુદત્તની આરતી

ABOUT THE AUTHOR

...view details