ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું - મસ્જિદોમાં ઉજવણી કરવામાં આવી

'ઇદ-એ-મિલાદ' એટલે ઇસ્લામ ધર્મના મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ ઇસ્લામના આખરી પયગંબર છે. તેમના જન્મ દિવસે મુસ્લિમો દ્વારા નિયાઝો તેમજ જુલુસ કાઢી આ તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ કોવીડ-19ની મહામારીને કારણે ગયા વર્ષે સદંતર જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું. તો આ વર્ષે સરકારના પરિપત્ર અને કોવીડ-19 ની ગાઇડલાઇનની શરતે પરવાનગીને ધ્યાને લઇ દરેક વિસ્તારની મસ્જિદોમાં ધાર્મિક વિધિ અને સોશીયલ ડીસ્ટન્સનાં પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું

By

Published : Oct 19, 2021, 4:43 PM IST

  • ઈદે મિલાદની કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે ઉજવણી
  • સરકારે 400 લોકોને પરવાનગી આપી હતી
  • મુસ્લિમ અગ્રણીઓએ સરકારનો માન્યો આભાર

અમદાવાદ : દશેરા બાદ ઇદ-એ-મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે અને અમદાવાદના જમાલપુર દરવાજાથી વહેલી સવારે જૂલુસ કાઢવા આવ્યું હતું. આ સમયે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જૂલુસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

મસ્જિદો અને ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા

આ વર્ષે અમદાવાદમાં ઇદ-એ-મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પર લીલીઝંડી આપતા અમદાવાદમાં મુસ્લિમ બિરાદરો ઇદ-એ-મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઇદ-એ-મિલાદ હોવાથી મસ્જિદો, ઘરોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે. અમદાવાદમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.

અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું

શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું

આ અંગે ઈદ-એ-મિલાદે સેન્ટ્રલ કમેટીના ચેરમેન રફીક નગરીવાલા એ કહ્યું કે, 400 લોકોની મંજૂરી સરકારે આપી હતી તેના પરિણામે શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ પર્વ ઉજવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યુ હતું કે, ઇદ-એ-મિલાદના જુલુસમાં એક વાહન ઉપરાંત મહત્તમ 400 વ્યક્તિઓ સામેલ થઇ શકશે. દિવસ દરમિયાન જ જુલુસનુ આયોજન કરી શકાશે. જે તે વિસ્તારમાં જ જુલુસ ફરી શકશે. આમ લોકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું.

આ પણ વાંચો : Eid Milad-un-Nabi 2021 : જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન

આ પણ વાંચો : યુપી ચૂંટણી 2022: યુપીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details