અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં સિંધી સમાજના લોકો દ્વારા ઝૂલેલાલ ભગવાનની આરાધના કરી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. સિંધી સમુદાયના મુખ્ય તહેવાર એવા ચેટીચાંદ જેવું જ આ ચાલિયાનો મહત્વ સિંધી સમાજમા ગણવામાં આવે છે. શ્રાવણ માસના 10 દિવસ પહેલા જ સિંધી સમાજનું ચાલીસા શરૂ થાય છે. ત્યાર બાદ ચાલિયાને ઉત્સવથી મનાવવામાં આવે છે. મિરાખશાહ નામના મુસ્લિમ રાજાના સિંધ પ્રદેશ પર શાસન દરમિયાન જબરજસ્તી ધર્મ પરિવર્તન શરૂ કરી લોકો પર અત્યાચાર કરતા લોકોએ ભગવાન વરુણને આ પીડામાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી હતી.
Ahmedabad News: સિંધી સમાજના ભગવાન ઝુલેલાલની કાઢવામાં આવી શોભાયાત્રા - સિંધી સમાજ Ahmedabad
ભારત અનેક વિવિધતામાં એકતા ધરાવનારો દેશ છે. જ્યાં અનેક સંપ્રદાયોમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં એવા જ એક સમુદાય જેને આપણે બધા સિંધી સમાજથી ઓળખીએ છીએ. સિંધી સમાજના આરાધ્ય તેમજ ભગવાન ઝુલેલાલના રૂપે ઉજવાતા પર્વમાં આ દિવસે હજારો લોકોએ ભગવાન ઝુલેલાલના શોભાયાત્રા નીકળી હતી.
Published : Sep 18, 2023, 12:16 PM IST
ધામધૂમ પૂર્વક ઉજવણી:વરૂણદેવનો આ અવતાર બાદ સિંધી સમુદાયને રાજાના આતંકમાંથી મુક્તિ મળતા તે દિવસથી વરુણદેવના ભગવાન ઝૂલેલાલ રૂપી અવતારની દિવસથી પૂજા શરૂ થઈ હતી. ભગવાનના અવતારના જન્મજયંતી રૂપે ઉત્સવની પણ શરૂઆત થઈ હતી. ત્યારે દર વર્ષે સિંધી સમુદાય આ દિવસને ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. ત્યારે આજે પણ અમદાવાદના કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં ભગવાન ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. તેમાં હજારોની સંખ્યામાં સિંધી સમાજના ભાવિકો જોડાયા હતા.
ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોને આમંત્રણ:આ શોભાયાત્રા ઇન્દિરા બ્રિજ રિવરફ્રન્ટ છઠ પૂજા ઘાટ પાસે વિસર્જન કરે છે. આ વખતે સિંધી સમાજના લોકો તેમજ નરોડા વિધાનસભા ભાજપના ધારાસભા પાયલ બેન કોકરાણી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ આ ઉત્સવમાં સીએમ આવી શક્યા ન હતા. જોકે અન્ય આગેવાનોએ હાજરી આપી શોભાયાત્રામાં જોડાઇ ભગવાન ઝુલેલાલના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.