મળતી માહિતી મુજબ અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેની ઝપેટે3 BSNLની ઓફિસ આવી હતી. જેમાં ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ઓફિસના એકમો સીલ કરાયા છે.
AMC ટેક્ષ વિભાગની કાર્યવાહી, BSNL ના 3 એકમો સીલ - BSNL
અમદાવાદ: શહેરમાં પ્રોપર્ટી ટેક્ષને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પશ્ચિમ ઝોન ટેક્ષ વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે BSNL ની 3 મોટી ઓફિસને સીલ કરાઈ છે. AMC ટેક્ષ વિભાગની અચાનક કામગીરીથી બાકી ડિફોલ્ટરોમા ફફડાટ વ્યાપી ગયો છે.
![AMC ટેક્ષ વિભાગની કાર્યવાહી, BSNL ના 3 એકમો સીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2826560-149-3ad0d227-f692-488e-9c1c-2410a3b494ee.jpg)
સ્પોટ ફોટો
3 કરોડથી પણ વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી AMC કડક કાર્યવાહી કરીને ટેક્ષ બાકી રહેલા એકમોને સીલ કરીછે. ત્યારે આ ઘટનાને પગલેફફડાટ વ્યાપી ગયો છે.