ટીમની નવી પ્રચાર ઝુંબેશ "ઈસ બાર છોડના નહિ" છેલ્લી બે સીઝનમાં ફાઇનલમાં પહોંચનારી ટીમ આ વર્ષે કપ પોતાના નામે કરવા ઉત્સુક છે. ટીમના કોચ મનપ્રિત સિંઘે જણાવ્યું હતું કે, આ વર્ષે અમારો ગોલ ટ્રોફી જીતવા પાર છે. બધા જ પ્લેયર ફિટ છે. અમારી ટીમ સૌથી યંગ ટીમ અને ઉત્સાહથી ભરપૂર છે. 19 સભ્યોની અમારી ટીમમાં જીતવાનો જુસ્સો છે. અને અમે જીતીશું.
# ProKabaddi Season 7 : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ - gujarat
અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 7ને હવે ગતણરીના દિવસો બાકી છે. તેમજ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સીઝાનમાં ફાઈનલલીસ્ટ રહી હતી. પ્રો કબડ્ડી લીગનો 20 જુલાઈથી પ્રારંભ થઇ રહેલી લીગની 7મી સીઝનમાં ગર્જના કરશે. ગુજરાતની ફોરચ્યુન જાયન્ટસની ટીમે પોતાની જર્સીને અમદાવાદ ખાતે લોન્ચ કરી હતી.આ કાર્યક્રમમાં ટીમ કોચ, કેપ્ટન, પ્લેયર અને ગુજરાતી ફિલ્મના કલાકાર મલ્હાર ઠક્કર અને આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ
ટીમના કેપ્ટન સુનિલ કુમારે જણાવ્યું હતું કે, અમે ખુબ મહેનત કરી છે. સારી પ્રેક્ટિસ અને સારું ફૂડ સાથે અમે ફિટ છીએ. અમારી પાસે યંગ અને અનુભવી પ્લેયર છે. અમે આ વર્ષે જરૂર જીતીશું.
# ProKabaddi Season 7 : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ
પ્રો-કબડ્ડી લીગ સીઝન 7માં 10, 11, 14, 16 ઓગષ્ટ દરમિયાન ગુજરાતમાં મુકાબલો યોજાશે. આ સિઝન જીતવા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ સજ્જ છે.