અમદાવાદઃગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Gujarat Congress) ફરીથી મજબૂત થવા માંગે છે. પક્ષ પલટાનો માર સહન કર્યા બાદ હવે કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી હાથમાં (gujarat Congress Priyanka Gandhi) સોંપવામાં આવે તેવી પુરી શકયતા છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ગુજરાતમાં પરિસ્થિતિને થાળે પાડવા અને કોંગ્રેસને સંગઠનની દ્રષ્ટિએથી મજબૂત (Gujarat Congress leaders) કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં હવે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં સક્રિય થશે એવું સુત્રો જણાવે છે. આ નિર્ણય બાદ એક વાત તો નક્કી છે કે, વિધાનસભાની ચૂંટણીના એલાન પહેલા પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે.
પ્રિયંકા ગાંધીને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાય તેવી પુરી શકયતા, હાઈકમાન્ડ સત્તાવાર જાહેરાત કરશે - Gujarat Congress Strategy
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસમાં પડેલી મોટી તીરાડને ફરી ભરવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડમાંથી આદેશ છૂટ્યા છે. રાહુલ ગાંધીની એક દિવસીય ગુજરાત મુલાકાત બાદ હવે કોંગ્રેસના મોટા નેતા ગુજરાતમાં સક્રિય થવા માટે જઈ રહ્યા છે. Priyanka Gandhi, Gujarat Congress Priyanka Gandhi, Gujarat Congress Leaders
સોમવારે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાજર રહેલા તમામ સભ્યોએ એક વાત પર સહમતી દર્શાવી હતી કે, પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન સોંપવામાં આવે. આ અંગેની જાણકારી કોંગ્રેસ હાઈકમાન્ડને કરવામાં આવી હતી. પણ હજું સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી. સુત્રો જણાવે છે કે, સભ્યોની કમિટીમાં ગુજરાત કોંગ્રેસની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવા માટે નિર્ણય લેવાયો હતો. હાઈકમાન્ડે અપૌચારિક રીતે હા પાડી દીધી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે યોગ્ય સત્તાવાર રીતે નિર્ણય લેશે. અને સત્તાવાર જાહેરાત કરશે. હકીકત એવી પણ છે કે, આ પહેલા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં સક્રિય થયા હતા. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ તરત જ આ નિર્ણય લેવાતા ગુજરાતના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી ભારત જોડોની યાત્રા શરૂ કરવાના છે. તે અગાઉ રાહુલ ગાંધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં જઈને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. ગુજરાતમાં આવીને સભા ગજવી હતી. જે ખરેખર સભા કરતા ચૂંટણી ઢંઢેરો વધારે હોય એવું લાગી રહ્યું હતું.
પ્રિયંકા ગાંધીને કમાન સોંપવા મામલે કોંગ્રેસના મોટા નેતાઓએ મંજૂરી આપી દીધી છે, તે સુત્રો કહી રહ્યા છે. જો કે હાઈકમાન્ડ આ અંગે સત્તાવાર રીતે હવે પછી જાહેરાત કરશે. કોંગ્રેસ નેતા રઘુ શર્માએ હાઈકમાન્ડમાં ગુજરાત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગુજરાતમાં આવીને પ્રિયંકા ગાંધી કાર્યકર્તાઓનું મનોબળ વધારી શકે એમ છે. ખાસ કરીને આદિવાસી અને ઓબીસી સમાજ પર એમની ખાસ નજર રહેશે. તેમજ પ્રિયંકા ગાંધી ગુજરાતના ડેમેજ કન્ટ્રોલને કેવી રીતે રોકી શકે છે, અને કોંગ્રેસના કાર્યકર્તાઓને કેવી રીતે મનોબળ પુરુ પાડે છે, તેના પર સૌની નજર રહેશે.