ભારતીય રેલવેનું ખાનગીકરણ યોગ્ય દિશાનું પગલું નથીઃ અર્થશાસ્ત્રી - Privatization of Indian Railways
ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે એક ડગલુ ભર્યું છે. ત્રણ ખાનગી ટ્રેનો ખાનગી રાહે ચલાવવા આપી છે, અને તાજેતરમાં જ 109 રૂટ પર 151 આધુનિક ટ્રેનો માટે રીક્વેસ્ટ ફોર કવૉલિફિકેશન મંગાવ્યા છે. જો કે તેનો ચારેકોરથી વિરોધ થયો છે.
અમદાવાદ: રેલવેપ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રેલવેનું ખાનગીકરણ નહી કરાય, પણ આધુનિક ટ્રેનો દોડાવવા માટે પીપીપી મોડલ દ્વારા ચલાવાશે. નવી આધુનિક ટ્રેનો શરૂ કરાશે પણ જૂના રૂટ પર જે ટ્રેન ચાલે છે, તેના પર કોઈ અસર પડશે નહી, તમામ ટ્રેનો રાબેતામુજબ જ રહેશે. પીપીપી મોડલ દ્વારા જે ટ્રેનો ચલાવાશે, તેનાથી રોકાણ આવશે, રોજગારીમાં વધારો થશે. યાત્રીકોને વધુ સારી અને અત્યંત આધુનિક સુવિધા મળશે. અને વિશ્વ સ્તરીય યાત્રાનો અનુભવ મળશે. જો કે હાલ રેલવેના ખાનગીકરણનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેના પર બ્યૂરો ચીફ ભરત પંચાલે અમદાવાદ સ્થિત જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ સાથે એક્ઝક્લૂસિવ વાતચીત કરી છે, જોઈએ આ મુલાકાત...