અમદાવાદ:ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા અમદાવાદમાં ૨૪ ડિસેમ્બરે પ્રતિષ્ઠિત પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ હવે પોતાની થર્ડ સીઝનમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓની સર્જનાત્મકતાની ઉજવણી કરીને શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રિન્ટિંગ અને ડિઝાઇન કાર્યને માન્યતા આપવાની છે, જે ડિઝાઇન અને ઇનોવેશનની સીમાઓને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરે છે.
આ અંગે વાત કરતા ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરીના ડિરેક્ટર નયન રાવલે કહ્યું કે, 'પ્રિંટિંગ અને ડિઝાઇન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રેરણાદાયી નવીનતાને માન્યતા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતા અજોડ છે. પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રતિભાને પ્રદર્શિત કરવા અને તેને સેલિબ્રેટ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. અમે આ પુરસ્કારોની થર્ડ સિઝન શરૂ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે.'
પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ સમગ્ર કેટેગરીમાં કુલ 65 વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરશે, જેમાં લોગો (બ્રાન્ડિંગ ડિઝાઇન), કેલેન્ડર, બ્રોશર/કેટલોગ, પેકેજિંગ ડિઝાઇન, સ્ટોલ ડિઝાઇન, વેડિંગ/ઇનવિટેશન કાર્ડ, વેબસાઇટ અભિયાનમાં બેસ્ટ એજન્સી, બેસ્ટ ગ્રાફિક ડિઝાઇનર/એજન્સી, આઉટડોર કેમ્પેઇન એજન્સી, અને ઑનલાઇન ડિજિટલ કેમ્પેઇનમાં શ્રેષ્ઠ એજન્સી, પ્રિન્ટ મીડિયા અભિયાનમાં શ્રેષ્ઠ એજન્સીનો સમાવેશ થાય છે.