ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: વડાપ્રધાન ભાજપને અપાવશે આદિજાતિ વોટ ? - tribal vote to BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Assembly Election 2022)મહિના બાકી છે. ભાજપના કાર્યકરો સહિત ઉપલા સ્તરના નેતાઓ સક્રિય છે. દરેક કોમ્યુનિટીના વોટ ભાજપને મળે તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં સમરસતાના સંમેલનમાં લાખોની જનમેદનીને સંબોધન કરશે. જેમાં મુખ્યત્વે આદિજાતિના લોકો હશે.

Gujarat Assembly Election 2022: વડાપ્રધાન ભાજપને અપાવશે આદિજાતિ વોટ ?
Gujarat Assembly Election 2022: વડાપ્રધાન ભાજપને અપાવશે આદિજાતિ વોટ ?

By

Published : Jun 8, 2022, 8:19 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓને હવે (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના જ બાકી છે. ત્યારે ભાજપના કાર્યકરો સહિત ઉપલા સ્તરના નેતાઓ સક્રિય છે. દરેક કોમ્યુનિટીના વોટ ભાજપને (Bharatiya Janata Party)મળે તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ગુજરાત ભાજપ સામે ફક્ત જીત નહીં, સારા માર્જિનથી જીતનો લક્ષ્ય છે. આદિજાતિઓને રીઝવવા માટે ભાજપના કાર્યકરો સહિત ઉચ્ચ નેતૃત્વ મેદાને ઉતર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 જૂનના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi visit Gujarat)આવી રહ્યા છે. તેઓ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં સમરસતાના સંમેલનમાં લાખોની જનમેદનીને સંબોધન કરશે. જેમાં મુખ્યત્વે આદિજાતિના લોકો હશે.

વર્તમાન ગુજરાત રાજકારણની પરિસ્થિતિ -વર્તમાનમાં ગુજરાતના રાજકારણમાં સૌથી સફળ અને સક્રિય પક્ષ ભાજપ છે. 2022 ની ચૂંટણીઓમાં પણ ભાજપ વિજય થાય તેવી પૂરી શક્યતાઓ છે. ભાજપ વિરુદ્ધ બેરોજગારી, મોંઘવારી, નબળું શિક્ષણ સ્તર, નબળી કાનૂન વ્યવસ્થા જેવા મુદ્દાઓ છે. તો બચાવ માટે હિન્દુત્વ, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ છે. પરંતુ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પોતાની આંતરિક સમસ્યાઓમાંથી બહાર આવી શક્યું નથી. ભાજપ માટે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી છે જે તેના લક્ષમાં વિઘ્નો નાખી શકે છે. દક્ષિણ ગુજરાતની આદિજાતિઓમાં પ્રભુત્વ ધરાવતી BTP પાર્ટી, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે જોડાઈ છે. સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રદેશનું નવું માળખું તૈયાર કરી રહી છે. સંપૂર્ણ તાકાત સાથે ડિસેમ્બર મહિનામાં ચૂંટણીઓમાં તે ભાજપ સામે ટકરાશે.

આ પણ વાંચોઃKutch Lakshvedh Seminar: 'જે વ્યક્તિ સત્ય બોલે છે તેનો જ લોકો તિરસ્કાર કરે છે'

ભાજપનું વોટબેંક શિફ્ટટિંગ -આમ તો ભાજપને સવર્ણોની પાર્ટી માનવામાં આવે છે. આદિજાતિ સમુદાય, અનુસૂચિત જાતિ અને માઈનોરીટી કોંગ્રેસની વોટબેંક છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઉપરથી પણ તે વાત સ્પષ્ટ બને છે. પરંતુ બીજી તરફ ભૂતકાળ અને વર્તમાનના બનાવોએ એવું સાબિત કર્યું છે કે શક્તિશાળી જ્ઞાતિઓનું વધુ પડતું ઈંફ્લુઅન્સ ભાજપમાં વધ્યું છે. વળી અન્ય જાતિઓના વોટ વગર ભાજપ તેનો 150 થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ એચિવ કરી શકે તેમ નથી. ત્યારે ભાજપ પોતાની વોટબેંક વિસ્તારી રહી છે. આ માટે ભાજપ દ્વારા પોતાના જુદા-જુદા મોરચા અને જ્ઞાતિના નેતાઓને સક્રિય કરવામાં આવ્યા છે.

આદિજાતિને મહત્વ -ગુજરાતમાં આદિ જાતિઓની વસ્તી 15 ટકાની આસપાસ છે. તેમના માટે રિઝર્વ સીટ 24 છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપને 182 બેઠકોમાંથી ફક્ત 99 બેઠક હાથ લાગી હતી. આદિજાતિ સીટોમાંથી વર્તમાનમાં કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 09 જ્યારે BTP પાસે 02 સીટ છે. આદિજાતિના વોટ અંકે કરવા તેમના વિરોધના પગલે ભાજપે નર્મદા-તાપી-પાર લિંક યોજનાને રદ કરી. વડાપ્રધાનના કાર્યક્રમ આદિજાતિ ક્ષેત્રોમાં યોજાઈ રહ્યા છે. અદિજાતિઓમાં કુપોષણ જોવા મળે છે. જે માટે ભાજપે સુપોષણ અભિયાન પણ ચલાવ્યું હતું.

નવસારીની કેટલી બેઠક અને કોની પાસે ? -સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ક્ષેત્રમાં સભા કરવાના છે તેવા નવસારીની વાત કરીએ તો પ્રદેશ ભાજપના પાર્ટી પ્રમુખ અહીંથી સાંસદ છે. આ જિલ્લાની રચના 1997માં વલસાડથી કરવામાં આવી હતી. આ જિલ્લામાં કુલ 04 વિધાનસભા બેઠકો આવે છે. બે બેઠકો ગણદેવી અને વાસંદા આદિજાતિ માટે અનામત છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ એક-એક બેઠક ધરાવે છે. અન્ય બે બેઠકો ભાજપ પાસે છે. આમ ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે. આ બેઠક પર રાહુલ ગાંધી પણ આવનારા સમયમાં સભા કરશે.

આ પણ વાંચોઃશા માટે આમ આદમી પાર્ટીએ માળખાનું વિસર્જન કર્યું? જાણો આ રહ્યું કારણ

24 બેઠકની છેલ્લી સ્થિતિ -આદિજાતિ વિસ્તારની બેઠકોમાં દાંતા, ખેડબ્રહ્મા, ભિલોડા, ઝાલોદ, દાહોદ, ગરબાડા, છોટાઉદેપુર, જેતપુર, નાંદોદ, વ્યારા, નિઝર, વાસંદા, કપરાડા બેઠકો કોંગ્રેસ પાસે છે. જ્યારે ભાજપ પાસે સંતરામપુર, મોરવાહડફ, ફતેપુરા, લીમખેડા, સંખેડા,મહુઆ, ગણદેવી, ધરમપુર તેમજ ઉમરગામ બેઠકો છે. જ્યારે છોટુ વસાવાની આગેવાનીની બીટીપી પાર્ટી પાસે ઝઘડિયા અને ડેડીયાપાડા એમ બે બેઠકો છે.

શું કહે છે એક્સપર્ટ ? -રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા જણાવે છે કે, ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ ઇમેજ છે. તેનો સીધો લાભ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મળી શકે છે. તેઓ નવસારી ખાતે તાપી-નર્મદા-પાર લિંક પ્રોજેક્ટ વિશે ઓછું બોલશે અથવા તો તેનો ઉલ્લેખ કરવાનું ટાળશે. તેમની સરકારના કાર્યકાળમાં આદિજાતિ વિસ્તારોમાં જે વિકાસ થયો છે. તેની યાદ લોકોને અપાવશે.

150 થી વધુનો ટાર્ગેટ એચિવ કરવા કવાયત -સવર્ણોના વોટ ભાજપને મળે જ છે. પરંતુ આદિજાતિના વોટ પણ ભાજપને મળે તેવા આ પ્રયત્નો છે. ઉપરાંત OBC સમાજના નેતાઓને પ્રધાન પદ આપીને તેના 52 ટકા વોટ લેવાના પણ પ્રયત્ન છે. આ તમામ કવાયત ભાજપના ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવાની છે. જો આમ થાય તો ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું બચશે ?

ABOUT THE AUTHOR

...view details