દેશભરમાં લોકો ચૂંટણીના પરિણામો જાણવા માટે 23મેની રાહ જોઈ રહ્યા છે. તે વચ્ચે ફિલ્મના મુખ્ય કલાકાર વિવેક ઓબરોયે PM નરેન્દ્ર મોદીના પ્રીમિયરને લઈને અમદાવાદીઓને પોતાની તરફ ખેંચ્યા હતા. આ ફિલ્મ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “આ ફિલ્મ બહુ મોડી રિલીઝ થઇ રહી છે, પણ ચૂંટણીના રીઝલ્ટ પછી આ ફિલ્મને જોઈને લોકોને વધારે મજા પડશે. વધુમાં તેમણે કહ્યું કે, આ ફિલ્મ ખુબ જ સરસ રીતે બનાવામાં આવી છે અને ફિલ્મના બધા કલાકારોએ ખુબ સારી ભૂમિકા ભજવી છે.”
અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીની બાયોપિકનું યોજાયું પ્રીમિયર - Bollywood
અમદાવાદઃ એક તરફ લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થવાની તૈયારીઓમાં છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીની બાયોપિકનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં લોકો ફરી વાર મોદી સરકારના નારા સાથે ફિલ્મના મુખ્ય કલાકાર વિવેક ઓબેરોયને જોઈ પાગલ બન્યા હતાં. આ પ્રીમિયરમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પણ હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની બાયોપિક
વિવેક ઓબેરોયએ જણાવ્યું કે, “આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખુબ જ મજા આવી હતી. ગુજરાતના લોકોએ અમને ખૂબ જ સાથ આપ્યો છે. આ ફિલ્મ મારી કારકિર્દીની મહત્વની ફિલ્મ છે કારણ કે, મને તેમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવા મળી છે.”
Last Updated : May 22, 2019, 5:48 PM IST