- દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરશે
- સાબરમતી આશ્રમથી 81 પદયાત્રીઓ દાંડી સુધીની યાત્રા કરશે
- દાંડીયાત્રાનો સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રહેશે ઉપસ્થિત
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરશે. આ ઐતિહાસિક દાંડીયાત્રામાં કુલ 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે તેમજ સાથે-સાથે સાયકલ સવારો, બાઈક સવારો પણ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે. બારડોલી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવી સહિત જિલ્લા મથકો અને અન્ય સ્થળોએ 75 જેટલા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સભ્યો જોડાશે.
આ પણ વાંચો:દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે