અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા (PM Modi Gujarat Visit)હતા. તેમણે પાવાગઢ ખાતે મહાકાળીના નવનિર્મિત મંદિરનું ધ્વજારોહણ(PM Modi Pavagadh Visit) કર્યું હતું. તેમજ વડોદરા ખાતે સભાને સંબોધન કર્યું હતું. વડોદરામાં તેમણે ગુજરાતમાં રેલવે ના જુદા-જુદા 16000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
ગતિશક્તિ વિશ્વવિધલય ભવન -વડોદરામાં નેશનલ એકેડેમી ઓફ ઈન્ડિયન રેલવેના પ્રાંગણમાં એક ગતિશક્તિ વિશ્વવિદ્યાલય બનાવવાની યોજના છે. આ માટે 571 કરોડનો ખર્ચ થશે. આ ભવનમાં 400 રૂમ હશે, આધુનિક 23 લેબ હશે. સ્પોર્ટ્સ બ્લોક અને ફેકલ્ટી હાઉસ હશે. માર્ચ 2025 સુધીમાં આ ભવનનું નિર્માણ થશે. અહીંથી વિદ્યાર્થીઓ ભણીને રેલવેના જુદા-જુદા ક્ષેત્રોમાં રોજગારી મેળવી શકશે અને નવી શોધ કરી શકશે.
આ પણ વાંચોઃરેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે નહીં થવું પડે હેરાન, AMCએ કરી નવી વ્યવસ્થા
આ રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ થશે -સુરત રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે. જે માટે કુલ 1475 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રેલવેનો ફાળો 1012 કરોડ અને ગુજરાત સરકારનો ફાળો 462 કરોડ હશે. પ્રથમ ચરણ માટે 980 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાંથી રેલવેનો ફાળો 683 કરોડ અને ગુજરાત સરકારનો ફાળો 297 કરોડ હશે. સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે નવા એન્ટ્રસ ગેટ બનાવવામાં આવશે. નવું પ્લેટફોર્મ બનશે. ઇન્ટરસિટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. પ્રવાસી અને વાણિજ્યિક ટ્રાન્સપોર્ટને લગતી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉધના રેલવે સ્ટેશનનો વિકાસ 244 કરોડના ખર્ચે કરવામાં આવશે -અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશનનો વિકાસ 350.75 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં રેલવે મેટ્રોનું એકીકરણ કરવામાં આવશે. નવા સ્ટેશનનું ભવનનું નિર્માણ કરવામાં આવશે. દિવ્યાંગોને અનુકૂળ વિશેષતા ઉભી કરવામાં આવશે. લિફ્ટ-એસકેલેટર વ્યવસ્થા ઉભી કરાશે. વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સ્ટેશનને હરિયાળું બનાવવા ઉપરાંત ઊર્જા બચતની વ્યવસ્થાઓ કરવામાં આવશે. સોમનાથ રેલવે સ્ટેશનનો રૂપિયા 157.4 કરોડના ખર્ચે વિકાસ થશે.