ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત - PMO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. તેમના આ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં વિવિધ યોજના અને પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

PM Modi Gujarat Visit
PM Modi Gujarat Visit

By PTI

Published : Oct 25, 2023, 8:22 PM IST

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ અને યોજનાઓનું લોકાર્પણ કરશે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ અંગે સરકારી અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી હતી.

PM મોદી ગુજરાત મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે PM નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેર નજીક એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરશે. ઉપરાંત અહીં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને લઈને ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે ખેરાલુમાં યોજાનાર જાહેર સભામાં લગભગ 1 લાખ લોકો ભાગ લેશે. ભાજપની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રૂ. 4,778 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રીય એકતા દિવસ : નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ નર્મદા જિલ્લા તરફ રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એક જાહેર સભાને સંબોધન કરશે. ઉલ્લેખનિય છે કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

  1. PM Modi writes Navratri 'Garbo': PM મોદી લિખીત 'માડી' ગરબા પર 1 લાખ લોકો રમશે ગરબા, બનાવશે વર્લ્ડ રેકોર્ડ
  2. Maadi Song Out: નવરાત્રીના પર્વે પીએમ મોદીએ લખ્યો ગરબો 'માડી', વીડિયોની યુટ્યૂબ લિંક કરી શેર કરી

ABOUT THE AUTHOR

...view details