અમદાવાદવડાપ્રધાનનરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે બનાસકાંઠાના અંબાજીમાં રૂ.6,909 કરોડના (Modi launched various projects rs 6909 crores) વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ અંબાજીની ધરતી (PM Modi Visits Ambaji Temple )પરથી ભારતને આગામી 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવીઅંબાજીદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. મોદીએ કેન્દ્ર સરકારના રૂ.4,731 કરોડ તેમજ રાજ્ય સરકારના રૂ.2,177 કરોડ મળી કુલ રૂપિયા 6,909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકો ઉપર વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં જનસુવિધાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા અંબાજી-આબુ રેલવે લાઈનનું(Railway line connecting Taranga Jain Tirth) ખાતમુહૂર્ત તેમજ 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.
અંબાજીથી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદીએ અંબાજીથી આવાસ યોજનાના કુલ 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને આ પ્રસંગે રાજ્યના વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે ભાવસભર સંવાદ સાધ્યો હતો.નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ વખતે હું એવા સમયે આવ્યો છું કે જ્યારે વિકસિત ભારતે વિરાટ સંકલ્પ દેશે લીધો છે. માં અંબાના આશિર્વાદથી આપણને આ તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે અને તાકાત મળશે.
મફત રાશન યોજનાને આગળ વધારીસરકારની 4 લાખ કરોડ રૂપિયાની સહાય વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તહેવારોની આ સીઝનમાં ગરીબ પરિવારોની બહેનોને રસોડામાં કોઈ જ સમસ્યા ન સર્જાય તે માટે સરકારે મફત રાશન યોજનાને (free ration scheme in india)આગળ વધારી દીધી છે. મુશ્કેલ સમયમાં દેશના 80 કરોડથી વધુ સાથીઓને રાહત આપનારી આ યોજના પર કેન્દ્ર સરકાર અંદાજે 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
બનાસકાંઠાની તસવીર બદલાઈ કેન્દ્રની યોજનામાં નારી હોય છેટોયલેટ હોય, ગેસ કનેક્શન હોય, હર ઘર વીજળી હોય, જનધન ખાતા હોય, મુંદ્રા યોજના હોય, કે પછી ગેરંટી વગર લોનની વાત હોય કેન્દ્ર સરકાર તમામ મોટી યોજનાના કેન્દ્રમાં દેશની નારીશક્તિ હોય છે. વીતેલા બે દશકોમાં સતત પ્રયાસોથી બનાસકાંઠાની તસવીર બદલાઈ ચુકી છે. નર્મદાના પાણી, સુજલામ સુફલામ અને ડ્રીપ ઈરીગેશનની સ્થિતિને બદલવામાં સૌથી મોટી ભૂમિતા નિભાવી છે.
બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસવડાપ્રધાન કહ્યું કે આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે. તો બીજી તરફ અંબાજી આવતા દર્શનાર્થીઓ પર્યટકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો આ યાત્રાધામનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત આગામી સમયમાં અહી વિશેષ કિસાન રેલ પણ ચાલશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
નવી રેલ લાઈનથી વેપાર ધંધામાં વધારો થશે તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું કામ માં અંબાએ મારા ભાગ્યમાં લખ્યુ હશે તેમ કહીને પીએમ મોદીએ ઉમેર્યું કે, આ પરિયોજનાની જરૂરત કેટલી છે એ અંગ્રેજો પણ જાણતા હતા. 100 વર્ષ પહેલા અંગ્રેજોએ તેની ડિઝાઇન તૈયાર કરીને આ વિસ્તારમાં રેલ લાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત મુખ્યપ્રધાન પદ પર બેસીને આ રેલ લાઇન માટે ખુબ વિનંતી કરી હોવા છતાં તેને મંજૂર કરવામાં આવી ન હતી. હવે આ રેલ લાઈન અને અંબાજી બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ તો આવશે જ, સાથોસાથ મારબલ, ડેરી સહિતના બનાસકાંઠા અને આસપાસના તમામ ઉદ્યોગોને પણ વેગ મળશે. વડાપ્રધાન જણાવ્યું હતું કે આવનારા સમયમાં પાલીતાણાની જેમ તારંગા પણ પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે.
ભારતનું આકર્ષણ વધ્યુંઆગામી 25 વર્ષમાં હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વભરનાં લોકોનું ભારત દેશ ઉપર આકર્ષણ ખૂબ વધ્યું છે. દેશમાં ખૂણે ખૂણે થઈ રહેલા વિકાસને અવિરત આગળ વધારતા રહીશું અને સૌને સાથે રાખીને સૌનો વિકાસ કરીશું.આગામી 25 વર્ષમાં દેશને વિકસિત બનાવવાની તક સૌ નાગરિકોના આશીર્વાદથી મળતી રહેશે તેઓ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
નારી મહિમાને વંદન કર્યાનારી મહિમાને વંદન કરતાં પીએમ મોદીઆ પ્રસંગે તેમણે સ્ત્રી સશક્તિકરણ અને નારી ગૌરવ, નારી મહત્વ તેમજ નારી સન્માનની ભારતની પરંપરાને યાદ કરી દુનિયાભરમાં પુત્ર સાથે પિતાનું નામ જોડાય છે જયારે ભારતમાં વીર પુરુષો સાથે નારીનું માતાનું નામ જોડાય છે. ભગવાન કૃષ્ણનું નામ દેવકીનંદન અને અર્જુનનું કુંતી પુત્ર અને હનુમાનજીનું અંજનિપુત્ર હોવાનું જણાવી નારી મહિમાને વંદન કર્યા હતા.
ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવલી નવરાત્રીના પાંચમા નોરતે આદ્યશક્તિ માં અંબાના ધામથી ગુજરાતને રૂ. 6,909 કરોડના વિકાસકામોની ભેટ આપી છે. જેનાથી ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પશક્તિ બન્ને ઉજાગર થઇ છે. દેશના રોલમોડેલ સ્ટેટ ગુજરાતના વિકાસનું વટવૃક્ષ નરેન્દ્ર મોદીએ તેમના પરસેવાથી સિંચ્યું છે. એમાંય છેલ્લા 8 વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.
રેલવે લાઈનનું સપનું સાકારરેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 55 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવી દિવ્ય યોજના અંબાજી-તારંગા રેલવે લાઈનનું આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટિને કારણે આજે રેલવે લાઈનનું સપનું સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અંબાજી અને તારંગા જૈન તીર્થને જોડતી રેલવે લાઈનથી યાત્રાળુઓને સુવિધા ઉપલબ્ધ થશે, સાથો સાથ વેપાર અને રોજગારીનું મોટે પાયે સર્જન થવાથી આ વિસ્તારનો ઝડપી વિકાસ થશે.