ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: બેવડી ઋતુમાં રોગચાળો, તાવ-શરદી અને ઉધરસના દર્દી વધ્યા - Ahmedabad Epidemic Cases

સતત અને સખત રીતે બદલી રહેલા વાતાવરણને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં ગત અઠવાડિયામાં સતત પડેલા વરસાદ અને ઠંડકની અસરથી લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. એક ચોક્કસ તબક્કામાં ફરી આંશિક તાપ અને ફરી ઠંડકને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.

Ahmedabad News: બેવડી ઋતુમાં રોગચાળો, તાવ-શરદી અને ઉધરસના દર્દી વધ્યા
Ahmedabad News: બેવડી ઋતુમાં રોગચાળો, તાવ-શરદી અને ઉધરસના દર્દી વધ્યા

By

Published : Jun 4, 2023, 6:52 AM IST

અમદાવાદઃઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે આવતા દર્દીઓ કરતા નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેની પાછળ ડબલ સીઝન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વાતાવરણમાં આવી રહેલા સતત બદલાવના કારણે ઠંડી અને ગરમી એમ બે ઋતુનો અહેસા થઈ રહ્યો છે. વરસાદ બાદ ટાઢક તથા ગરમીને કારણે રોગચાળામાં પણ વધારો થયો છે.

દર્દીઓ વધ્યાઃઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બેવડી ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં પણ રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓના ઈમરજન્સી કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધારે તાવ, શરદી ઉધરસ અને ઝાડા ઊલટીના દર્દીઓમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં પણ વધારો જોવા મળ્યો. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજના 2000 કરતા પણ વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

રોગ અને કેસની વિગતઃગત મહિના સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 185 કેસ, ઝાડા ઉલટીના 318 ન્યુમોનિયાના 55 કેસ અને સાદા મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. સિવિલના સુપ્રીટેન્ડેડ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અત્યારે ડબલ રૂતુ ચાલી રહી છે. શનિવારથી પાંચ દિવસ પહેલા હીટ વેવ ચાલતી હતી. જ્યારે અચાનક જ વાતાવરણમાં ફેરફાર થયો છે. જેના કારણે જ્યારે પણ વરસાદ આવે છે. મચ્છરજન્ય રોગો પાણીજન્ય રોગોના કેસ વધે તેવું હંમેશા બનતું હોય છે.

તકેદારી રાખવી જરૂરીઃઆ બાબતે ઘર કે ઘરની આસપાસ પાણી ન ભરાયેલા રહે તે માટે ધ્યાન રાખવું જરૂરી છે. ટાયરમાં કે પછી કુંડાઓમાં પણ પાણી ભરાયેલું રહેતું હોય છે. આ બધાના કારણે પાણીજન્ય રોગોની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. થોડા દિવસ ગરમી અને થોડા દિવસ વરસાદની આપી બેવડી ઋતુના કારણે આપણે પરિસ્થિતિમાં યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. હીટ વેવ હોય ત્યારે ખુલ્લા કપડા પહેરવા જોઈએ. ચક્કર આવે કે પછી કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.

બાળકો અને વૃદ્ધો માટે: જો કોઈને શરીર ઉપર ચકામા થાય, ઝાડા ઉલટી થાય તો તરત આસપાસની હોસ્પિટલમાં જરૂરી સારવાર કરાવી જોઈએ. કોઈપણ પ્રકારના પ્રાથમિક જરૂરિયાત ધ્યાનમાં રાખવાથી ગંભીર પ્રકારના રોગથી બચી શકાય છે. કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવવા સમયે માર્ક પહેરવું પણ ખૂબ જ જરૂરી છે. તેમજ વૃદ્ધોને અને બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

  1. Ahmedabad News: બેવડી ઋતુએ અમદાવાદીઓને કર્યા હેરાન, શરદી ઉધરસના કેસ વધ્યા
  2. નવા વેરીએન્ટ સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પગલાં, ઓક્સિજન ટેન્ક અને બેડ સુવિધાઓની સ્થિતિ જાણો
  3. Trichobazar: સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષની બાળકીના પેટમાંથી ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી

ABOUT THE AUTHOR

...view details