અમદાવાદ : અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂના જથ્થા (alcohol truck caught in Ahmedabad) ભરેલી ટ્રક PBCએ ઝડપી પાડ્યો છે. PBCના અધિકારીને મળેલી બાતમીના આધારે ગોતા પાસે આવેલા અંબાલાલ એસ્ટેટમાં ઇનોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે ખુલ્લી જગ્યામાંથી એક ટ્રક ઝડપી તેમાંથી લાખોની કિંમતના દારૂને કબજે કરવામાં આવ્યો છે. (Ahmedabad Crime News)
PBCએ લાખોની કિંમતનો દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સની કરી ધરપકડ - alcohol truck caught in Ahmedabad
અમદાવાદમાંથી PBCએ લાખોની કિંમતનો દારુ ભરેલો ટ્રક (alcohol truck caught in Ahmedabad) પકડ્યો છે. PBCએ લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે એક યુવકની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. (Ahmedabad Crime News)
24 લાખનો મુદ્દામાલ કબજે PBCની ટીમે આ મામલે ગોતા વંદે માતરમ ક્રોસિંગ રોડ ઉપર રોયલ વ્યુ લેખની સામે આવેલ અંબાલાલ એસ્ટેટમાં ઇનોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા. જેમાં 9 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 151 પેટી, જેમાં 1812 જેટલી દારૂની બોટલો, એક ટ્રક અને બે મોબાઇલ ફોન તેમજ રોકડ મળીને કુલ 24 લાખ 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસે રાજસ્થાનના પાલી જિલ્લાના દુર્ગાસિંગ રાવત નામના એક યુવકની ધરપકડ કરી છે. (alcohol truck caught in gota)
વોન્ટેડ જાહેર કર્યો આ સમગ્ર મામલે સોલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના અજમેરના રફીક નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી PBCના અધિકારીએ સોલા પોલીસને સોંપી છે. સોલા પોલીસે આ ઘટનામાં ગુનો દાખલ કરી પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પૂછપરછની પ્રક્રિયા હાથધરી છે. (Liquor case in Ahmedabad)