સતત વધી રહેલી મોંઘવારીની અસર હવે પાઠ્યપુસ્તકો પર અને અભ્યાસને લગતી ચીજ-વસ્તુઓ પણ પડી રહી છે. જેને કારણે સ્ટેશનરીના ભાવો પણ બમણા થઇ ગયા છે. આ વધારાથી સૌથી મોટી અસર મધ્યમવર્ગના લોકોને પડશે. આ ભાવ વધારામાં ગણિતની ચોપડીનો ભાવ ડબલ 104 થી 117 રૂપિયા થઇ ગયો છે. જ્યારે સ્ટેશનરી બજારમાં નોટબુક અને પાઠ્યપુસ્તકોના ભાવમાં 100% જેટલો ભાવ વધારો ઝીંકાયો હોવાના પગલે વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.
ભણતરને મોંઘવારીનું ગ્રહણ, પાઠ્યપુસ્તકની કિંમતમાં વધારો - Ahd
અમદાવાદ: વર્ષ 2018-19ના સત્રના અંતબાદ આગામી 10 જૂનથી નવા શૈક્ષણિક સત્રની પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે નવા પાઠ્ય પુસ્કતો તેમજ સ્ટેશનરીના ભાવોમાં ધરખમ વધારાના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર સ્ટેશનરીના ખર્ચન બોજમાં વધારો થયો છે. આ સમસ્યા અંગે NSUI દ્વારા નિયામક અને નાયબ નિયામકને રજૂઆત કરવામાં આવી છે.
NSUI AHmedabad
પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર બાળકોના ભણતરના ખર્ચને લઇ ચિંતામાં મુકાયા છે. માત્ર નોટબુકનો જ ખર્ચ 500 થી 800 રૂપિયા થઇ જાય છે. જ્યારે પાઠ્યપુસ્તકોની કિંમતમાં પણ વધારો થયો છે તો સ્કૂલના વાન અને રિક્ષાના ભાવમાં વધારા અંગે કોઇ નિર્ણય આવ્યો નથી.
આ મામલે NSUI દ્વારા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ સમગ્ર મામલે નાયબ નિયામકને તથા નિયામક ના અંગત મદદનીશને રજૂઆત કરવામાં આવી છે.