ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી સરકારે ડી-મોનિટાઈઝેશન કર્યું, કોંગ્રેસ સરકાર રી-મોનિટાઈઝેશન કરશે: નરેશ રાવલ - gujaratinews

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નરેશ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ચૂંટણી સ્લોગન તરીકે આપેલી ન્યૂનતમ આય યોજના અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. દેશમાં પ્રવતર્તી ગરીબીને નાબૂદ કરવા માટે રાહુલ ગાંધી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 27, 2019, 12:40 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરા રૂપે ગરીબી નાબૂદ કરવાનો કાર્યક્રમ અને ન્યુનતમ આય યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશમાં જો કોંગ્રેસની સરકાર બનશે, તો આ યોજના સુરતથી લાગુ કરવામાં આવશે.

સ્પોટ ફોટો

આ યોજના અંતર્ગત એક ગરીબ પરિવારને દર વર્ષે રુપિયા 72,000 મળશે. જેમાં મીનીમમ 20 ટકા પરિવારોને આ યોજનાનો લાભ મળશે. દરેક પરિવારને મિનિમમ ઇન્કમ ગેરંટી આપવામાં આવશે તથા કુટુંબની બહેનો અને સ્ત્રીઓના બેંકના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવશે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

નરેશ રાવલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જે વાયદાઓ કરવામાં આવે છે તે પૂરા કરવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પહેલા કરવામાં આવેલા વાયદાને પુરા કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે લોકસભા 2019ની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો આ યોજના લાગુ કરવામાં આવશે, જેનો લાભ દરેક ગરીબ પરિવારને મળશે. આ યોજના માટે છેલ્લા છ મહિનાથી પ્રક્રિયાઓ ચાલી રહી હતી અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંઘ તેમજ ચિદમ્બરમ જેવા દિગ્ગજ નેતાઓ અને તત્વજ્ઞાનીઓ સાથે મળીને આ યોજના જાહેર કરવામાં આવી હતી.

મોદીની સરકારે ડી-મોનિટાઈઝેશન કર્યું હતું, જ્યારે કોંગ્રેસ રી-મોનિટાઈઝેશન કરશે અને દેશના ગરીબોને લાભ તથા દેશમાં ગરીબીની સમસ્યા દૂર થશે.

ABOUT THE AUTHOR

...view details