અમદાવાદમાં લોકસભા ચૂંટણીની મતગણતરી અંગે કલેક્ટર દ્વારા યોજાઇ પ્રેસ કોન્ફરન્સ - politics
અમદાવાદ: રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રાજ્યભરમાં પરિણામો મામલે વિવિધ સેન્ટરો પર મતગણતરીને તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે પરીણામોને લઈને ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું યોજવામાં આવ્યું હતું.
video
અમદાવાદ ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું કે, અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ જયારે અમદાવાદ પૂર્વ લોકસભા સીટની મત ગણતરી એલ. ડી. એન્જીનિયરીંગ ખાતે યોજાવાની છે. ત્યારે એલ. ડી. એન્જીનિયરીંગ કોલેજમાં એક મહિનાથી EVM સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેના ભાગ રૂપે મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. સાથે સાથે મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.