- ધંધૂકા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે યોજાઈ બેઠક
- વરણી અંતર્ગત નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા
- કોંગ્રેસ 9 મત સાથે બહુમતી પ્રાપ્ત કરી તો ભાજપને 7 મત મળ્યા
- અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો દબદબો
આ પણ વાંચોઃનવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદે જીગીશ શાહની વરણી
અમદાવાદઃ ધંધૂકા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ પહેલા નાયબ કલેક્ટર અને TDO બી. વી. લીફવાલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે રણજિત ધરમશીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. જ્યારે ધંધૂકા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રાજુ ગોહીલ તથા પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી મહમદ રઝા બુખારી, પ્રવીણસિંહ ચાવડા, અમિત રામપુરા તથા કમલેશ પાઠક સહિત અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.