ગુજરાત

gujarat

ETV Bharat / state

શું ગુજરાત સંભાળશે મહારાષ્ટ્ર સરકારના બાગી ધારાસભ્યો?, 105 MLAને સાણંદના રિસોર્ટમાં લાવવાની ઉડી વાત... - Shiv Sena join

મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પર મોટું સંકટ તોળાઈ (Maharashtra Government Crisis)રહ્યું છે. શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં સાણંદના એક રિસોર્ટમાં આ તમામ ધારાસભ્યોને લઈ આવવાની વાત સામે આવી છે.

શિવસેના સરકાર પર મોટું સંકટઃ અમદાવાદમાં રાજકારણનો મોટો દાવ થઈ શકે!
શિવસેના સરકાર પર મોટું સંકટઃ અમદાવાદમાં રાજકારણનો મોટો દાવ થઈ શકે!

By

Published : Jun 21, 2022, 2:23 PM IST

અમદાવાદઃમહારાષ્ટ્રમાં શિવસેના સરકાર (Shiv Sena)પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પોતાની જ સરકારમાં સતત ઉપેક્ષાથી નારાજ મજબૂત પ્રધાન એકનાથ શિંદે પોતાના ધારાસભ્યો સાથે ગુજરાત આવી ગયા છે. આ તમામનો મહારાષ્ટ્ર સરકાર સાથેનો સંપર્ક (Maharashtra Government Crisis) તૂટી ગયો છે. વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનાના 30થી વધારે ધારાસભ્યો સુરતની એક હોટલમાં ગુપ્તવાસમાં છે જેમાં શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) પણ સામેલ છે. સુરતની હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે.

ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ -શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી (Shiv Sena BJP)રહ્યા છે. ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદની આસપાસ તેમના રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે. આ માટે ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.

આ પણ વાંચોઃશું એકનાથ શિંદેનો બળવો ભાજપને માર્ગ આપશે, જાદુઈ આંકડા માટે ભાજપે હજુ કરવી પડશે મહેનત

ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં -મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં તે ધ્યાન રાખવું જરુરી બન્યું છે. હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા -સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.

આ પણ વાંચોઃપાટીલ અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક, શિવસેનાના ધારાસભ્યો પાટીલને મળી શકે છે

ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ -મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આમાં અંતે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યાં હોવાનું મનાય છે.

બાલા ઠાકરેના સમયથી પાર્ટી સાથે જોડાયેલા -એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના દિગ્ગજ નેતાઓમાં થાય છે. 2019માં જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવ્યા. શિંદેને થાણે વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે અને બાલા ઠાકરેના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. તાજેતરમાં, મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં, શિવસેનાએ શિંદેને બાજુ પરથી હટાવ્યા હતા, જેના પછી તેઓ નારાજ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details