ગુજરાત

gujarat

ETV Bharat / state

રથયાત્રાને હજુ મંજૂરી નથી મળી, પરંતુ મંદિરમાં તૈયારિયો પુરજોશમાં... - ભગવાન જગન્નાથજી

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ હજુ સુધી પોલીસ કે સરકાર તરફથી આ મામલે પરવાનગી આવી નથી. પરંતુ મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રથયાત્રાની તૈયારી શરૂ
રથયાત્રાની તૈયારી શરૂ

By

Published : Jun 16, 2020, 5:34 PM IST

અમદાવાદ : રથયાત્રાને હવે માત્ર 7 દિવસ જ બાકી છે, ત્યારે હજુ મંદિર અને સરકાર વચ્ચે બેઠક યોજાશે જેમાં રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર સેનેટાઈઝ કરીને દર્શનાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યું છે અને હવે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રથયાત્રાની તૈયારી શરૂ
દર વર્ષની જેમ મંદિર શણગારવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ મંદિરની શોભા વધે તે રીતે શણગારવા શરૂ કરવામાં આવ્યો છે. મંદિરની બહારનો તૂટેલો રસ્તાનું પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીના રથનું પણ સમારકામ કરી રંગવામાં આવ્યા અને રથના પૈડાં પણ રીપેર કરવામાં આવ્યા છે.
ગ્રાફ
સરકાર તરફથી મંજૂરી મળે ત્યારબાદ રથયાત્રા નીકળશે, પરંતુ મંદિર તરફથી હાલ તો તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details