ગુજરાત

gujarat

ETV Bharat / state

મોહરમના તહેવારને લઈને અમદાવાદમાં તૈયારીઓ શરૂ - મોહરમ

અમદાવાદ : મોહરમના તહેવાર પર અમદાવાદના ઐતિહાસિક બડા ઇમામ બાડા જે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું છે. જેને જમાલપુર બડા ઇમામ દરગાહના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મોહરમની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે.

etv bharat amd

By

Published : Sep 9, 2019, 9:10 PM IST

Updated : Sep 10, 2019, 12:17 PM IST

નૂરશાહી મુસ્લિમ સમુદાયના સૌથી મોટા બડા ઇમામ બાડાને જોવા ગુજરાતના મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં મોહરમના મહિનામાં મજલીશ અને અન્ય કાર્યક્રમો માટે પણ બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઇમામ બાડામાં લગભગ 16 ફુટ લાંબો સુંદર તાજીયા બનાવવામાં આવે છે. જે ગત વર્ષે કલાકૃતિનો આકર્ષક નમુનો બન્યો હતો. આ વખતે તાજીયા બનાવવા માટે બે વર્ષ જેટલો સમય થયો છે. તેમજ પાંચ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાંબા, પિત્તળ, સોના, ચાંદી અને લોખંડ બનાવવામાં આવ્યા છે. આ બનાવવામાં અંદાજીત કિંમત 60 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. તાજીયાના નિર્માણ કાર્યના વિશે તાજિયા સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, આ બડા ઈમામ બાડામાં ઈમામ રજાના રોજાની તસ્વીર સ્વરૂપમાં એક મોટા તાજિયા બનાવવામાં આવ્યા છે. જે જોવા સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ-મુસ્લિમ ભક્તો આવે છે.

અમદાવાદમાં મોહરમના તહેવારને લઈને તૈયારીઓ શરૂ

આ સુંદર તાજીયા પાછળનું રહસ્ય એ છે કે, તેમાં 14 ઇમામના રોજા છે. જ્યાં કાબા શરીફ, મસ્જિદ નબવી, ઈમામ અલી, હઝરત ઇમામ હુસેન, હઝરત અબ્બાસ વગેરેની તસ્વીર વિદેશથી લાવવામાં આવી છે. જેમના દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે, મોહરમના મહિનામાં ચાંદ દેખાવાના સાથે જ આ ઇમામ બાળામાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં દરરોજ લગભગ 1500 જેટલા ભક્તો ભાગ લે છે. બડા ઈમામ બાડા ગુજરાતની શાન છે. જ્યાં સૌથી મોટુ ઝુલુસ આ દિવસના અવસર પર નીકળે છે. તેમાં લાખો લોકો ભાગ લે છે.

Last Updated : Sep 10, 2019, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details