- ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની કોવિડ સેન્ટર ઉભું કરવાની કામગીરી શરૂ
- ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલમાં 150 બેડની ICU પણ હશે
- વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં પ્રાથમિક જરૂરિયાત સાથેની હોસ્પિટલ કાર્યરત કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.
અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ આ પણ વાંચોઃગરીબ દર્દીઓની સારવાર માટે ઉના-ગીર ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ
●આ ક્રિટિકલ કોવિડ કેર સેન્ટરમાં 150 વેન્ટીલેટર હશે
અમદાવાદમાં 132ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડેતો વધુ 500 બેડ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ આ પણ વાંચોઃવડોદરામાં 160 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 11 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરાઈ
● માનવ જરૂરની સુવિધાઓ ઉપલબ્ધ થશે
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.