ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિધાનસભાની 7 બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બનતા રાજીનામાં લીધે ખાલી પડેલી બેઠકો માટે ફરીથી પેટા ચૂંટણી યોજાવવાની છે, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો વિજય બનતા વિધાનસભાની ખાલી પડેલ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. જેને લઈને બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આગેવાનીની જવાબદારી પણ વરિષ્ઠ નેતાઓને આપી દેવામાં આવી છે.

ગુજરાતની 7 બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયાર શરૂ

By

Published : Sep 13, 2019, 7:40 PM IST

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 7 પેટા ચૂંટણીની બેઠક માટે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. સાથે જ જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠક માટે પણ નિરીક્ષકની નિમણૂક કરી દેવામાં આવી છે. આ ચૂંટણીને લઇને નિરીક્ષકો દ્વારા પણ જવાબદારી સંભાળી લેવામાં આવી છે. પરિણામમાં કોંગ્રેસને વધુમાં વધુ બેઠક મળે તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતની 7 બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયાર શરૂ

ભાજપ ઉપર પ્રહાર કરતાં મનીષ દોશીએ કહ્યું હતું કે, ભાજપના નોટબંધી, જીએસટીના નિર્ણયથી લોકો પરેશાન થયા છે, તો કોંગ્રેસ લોકોના મુદ્દાને સાથે લઈને પેટા ચૂંટણી લડશે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે.

ABOUT THE AUTHOR

...view details