અમદાવાદ: ફાયરબ્રિગેડની ટીમે પણ સતત હાજર રહી અને આ જેટી ખેંચવાની કામગીરી કરી હતી. જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો સતત સરદાર બ્રિજ રિવરફ્રન્ટ પર હાજર રહેશે. તેમજ ગુજરાતને મળનારું નવુ નજરાણું સી-પ્લેનના પ્રોજેક્ટ માટે પણ ફાયરના જવાનોને ટ્રેનિંગ આપી સતત હાજર રાખવામાં આવશે. સી પ્લેનની ફ્લોટિંગ જેટીને સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી લઇ જવાશે. જ્યાંથી જેટીની ટ્રાયલ કરવામાં આવશે.
અમદાવાદમાં સી પ્લેનની તૈયારીઓ શરૂ કરાઈ - સી-પ્લેન પ્રોજેક્ટ
સી-પ્લેન સર્વિસ માટે ફ્લોટિંગ જેટી શનિવારે અમદાવાદના સરદાર બ્રિજ પહોંચી હતી. ત્યારે સાબરમતી નદીમાં જેટી ઉતારવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ફ્લોટિંગ જેટી અમદાવાદ પહોંચ્યા બાદની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, અમદાવાદીઓને ટૂંક સમયમાં નવું નજરાણું મળી રહેશે. જેનાથી ગણતરીની મિનિટોમાં જ અમદાવાદથી કેવડીયા પહોંચી શકાશે.
અમદાવાદમાં સી પ્લેનની તૈયારીઓ શરૂ કરાઈ
અમદાવાદના 5 બ્રિજ પર ફાયર સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. એક જેટીની પોહળાઈ 9 મીટર અને લંબાઈ 24 મીટર છે. બધી જ જેટીનું કુલ વજન 102 ટન છે. મરીન ટેક ઈન્ડિયાના એમડી ગૌતમ દત્તાએ જણાવ્યું કે, અમે ટર્મિનલ તૈયાર કરી રહ્યાં છીએ. અમારી કંપની ફિનલેન્ડમાં છે, અમારી કંપની સી-પ્લેન પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. અહીં હાલ 6 જેટી લાવવામાં આવી છે, જેને નદીમાં જોડવામાં આવશે.