ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ કરી પ્રિ-ઉત્તરાયણ ઉજવણી

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઉત્તરાયણ એવો પ્રથમ તહેવાર હશે, જે લોકો મન ભરીને માણી શકશે. ઉત્તરાયણને લઇને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઉતરાયણના એક દિવસ અગાઉ ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

પ્રિ ઉત્તરાયણ
પ્રિ ઉત્તરાયણ

By

Published : Jan 13, 2021, 11:19 PM IST

  • ઉતરાયણ પહેલા ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓની પ્રિ -ઉતરાયણ
  • સિનેતારકોએ મન મૂકીને પતંગ ચગાવ્યા
  • કોરોનાની SOP અનુસરવા સલાહ

અમદાવાદ : શહેરમાં એક પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએસાથે ભેગા મળીને પ્રિ-ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં તેમને બે ટીમમાં વહેંચાઈને પતંગ ચગાવીને એકબીજાના પેચ કાપ્યા હતા. આ સાથે જ તેમને લોકોએ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ કરી પ્રિ-ઉત્તરાયણ ઉજવણી

કયા-કયા ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓ રહ્યાં હાજર

આ ઉજવણીમાં 'ભાઈ-ભાઈ' ફેમ અરવિંદ વેગડા, અવની મોદી, નિરાલી જોશી અને હેલ્લારો ફિલ્મના આર્ટિસ્ટ હાજર રહ્યા હતા. તેમને પોતાના ફેન સાથે ફોટા પણ પડાવ્યા હતા. કેટલાક ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓ તો સ્પેશિયલ મુંબઈથી અમદાવાદની ઉત્તરાયણ ઉજવવા આવ્યા હતા.

અરવિંદ વેગડાએ જૂના સ્મરણો વાગોળ્યા

ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, તેમને જ્યારે ચોથા ધોરણમાં ભણતા ત્યારે શાહપુર ખાતે સવારે દોરી રંગાવા ગયા. તેમને એમ કે તેમને જલ્દીથી દોરી રંગાવીને ઘરે પહોંચી જશે, પરંતુ અમદાવાદની ઉત્તરાયણની તૈયારીઓમાં દોરી રંગાવીને તેમને સાંજે ઘરે પહોંચ્યા અને તેમને ઘરે મેથીપાક મળ્યો હતો.

કોરોનાની ગાઈડલાઈન પાળવા સલાહ

કોરોનાની રસી જ્યારે ગુજરાતમાં આવી ચૂકી છે, ત્યારે કોરોના જલ્દીથી વિદાય લેશે તેવી આશા તેમને વ્યક્ત કરી છે. આમ છતાંય ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ ઉત્તરાયણમાં કોરોનાની SOP અનુસરવા ગુજરાતીઓને સલાહ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details