ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર યોજાયું પોલીસનું પ્રિ-રિહર્સલ - Gujarati News

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ રથયાત્રાના રુટ પર યોજાયું પ્રિ-રિહર્સલ

By

Published : Jul 1, 2019, 9:56 AM IST

શહેરમાં યોજવાનારી 142મી રથયાત્રાને લઈને સવારે જ પોલીસ દ્વારા પ્રિ-રિહર્સલ યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.જમાલપુર મંદિરથી શરૂ કરીને સમગ્ર 22 કિમીના રૂટ પર રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદ રથયાત્રાના રુટ પર યોજાયું પ્રિ-રિહર્સલ

સંવેનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કમિશનરએ સમીક્ષા કરી હતી. આજે રિહર્સલ દરમિયાન જે પણ ખામી હશે તે દૂર કરીને ફરી એક વાર ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.જેમાં પણ આ જ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહેશે..


ABOUT THE AUTHOR

...view details