પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો સમગ્ર દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ અને આ નિર્ણયને આવકાર્યો છે. છેલ્લા 30 વર્ષથી 4 લાખ કાશ્મીરી પંડિતો જે વર્ષોથી જમ્મુની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. તેમને કાશ્મીરમાં તેમના પોતાના ઘરોમાં રહેવાનો અધિકાર ફરી મળશે.
પ્રવિણ તોગડીયાએ કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને આવકાર્યો - #Article35A
અમદાવાદ: આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ ગૃહપ્રધાન અમીત શાહને અભિનંદન પાઠવ્યા છે.
![પ્રવિણ તોગડીયાએ કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને આવકાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4047301-thumbnail-3x2-pravin.jpeg)
etv bharat
આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા
આ નિર્ણય બાદ હવે રામ મંદિર અને કોમન સિવિલ કોર્ટનો મુદ્દો પણ સરકાર જલ્દી લાવે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રની સરકારને અભિનંદન આપ્યા હતા.
Last Updated : Aug 5, 2019, 4:51 PM IST