ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad New Mayor: અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણુક - અમદાવાદના નવા મેયર

પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ છે.

Ahmedabad New Mayor
Ahmedabad New Mayor

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 10:54 AM IST

Updated : Sep 11, 2023, 2:11 PM IST

પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા

અમદાવાદ:આજે અમદાવાદ અને વડોદરાને નવા મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈન અને ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. AMCના શાસક પક્ષના નેતા તરીકે ગૌરવ પ્રજાપતિની નિમણુક કરવામાં આવી છે. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

'આજે મહિલા મેયર તરીકે મારી મેયર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમનો આભાર માનું છું. અમદાવાદના લોકોને પ્રાથમિક સુવિધા આપવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદ શહેરને ગ્રીન સિટી અને સ્વચ્છ સિટી તેમજ શહેરના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તેનો પ્રયત્ન કરવામાં આવશે.' - પ્રતિભા જૈન, મેયર

'વોટર કમિટીના ચેરમેન તરીકે અમદાવાદ શહેરના લોકોને વધુ સુખ સુવિધા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યા હતા. હવે પાર્ટીએ મને અમદાવાદ શહેરના ડે. મેયર તરીકે જે જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના લોકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરીશ.'- જતીન પટેલ, ડેપ્યુટી મેયર

આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્ણય: અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમા નવા મેયર, ડે.પ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા તરીકે નિમણુક કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પદ માટેની નિમણુંક કરવા માટે તમામ સમાજને ધ્યાનમાં રાખીને નિમણુંક કરવામાં આવી છે. કારણે આવનાર વર્ષમાં લોકસભાની ચુંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને અનુભવી લોકોની આ પદ પર નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ શહેર પૂર્વ, દક્ષિણ ઉતર અને પશ્ચિમ દિશા ચારેબાજુ એક એક વ્યક્તિની નિમણુક કરી છે.

ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણુક

કોણ છે પ્રતિભા જૈન ?: તેઓ ભાજપના પાયાના મહિલા કાર્યકર છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે તેમજ વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે. તેઓ શાહીબાગમાં કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મમાં છે. તેઓ મહિલા-બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે. મહિલા મોરચામાં સક્રિય કામગીરી કરતા આવ્યા છે. સાથે જ તેઓ જૈન સમાજની સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે. ઉલ્લખનીય છે ગુજરાતમાં સૌથી મોટી 8000 કરોડ બજેટ ધરાવતી અમદાવાદ મહાનગર પાલિકાના મેયર તરીકે પ્રતિભાબેન જૈન જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ભુવા પડવા, વરસાદી પાણીનો નિકાલ, ટ્રાફિક સમસ્યા જેવા મુદ્દાને લઈને જવાબદારી ખૂબ મોટી છે.

સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ દાણીનું નામ જાહેર

અમદાવાદના 6ઠ્ઠા મહિલા મેયર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદ મળી ચુકેલુ છે. 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલ મેયર પદ પર રહી ચુક્યુ છે. આ તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની પસંદગી માટે ભાજપે યાદી બનાવી હતી. જોકે, મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું.

  1. AMC NEWS: ઘાટલોડિયામાં બે નવી પાણીની ટાંકી બનશે, 60 હજાર લોકોને મળશે લાભ
  2. AMC Standing Committee: AMC સ્ટેન્ડિંગ કમિટી માટે ભાજપના 15 નામો જાહેર, ભાજપે 'નો રીપીટ' થિયરી અજમાવી
Last Updated : Sep 11, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details