અમદાવાદ:સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવને(Pramukh Swami Shatabdi Mahotsav) લઈને લાખો હરિભક્તો અને મુલાકાતિઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાઓના પગલે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આ શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને ડિજિટલ બાબતોનો(Technology help in Shatabdi Mahotsav) પણ લાભ થશે, જેમાં લાખો મુલાકાતિઓને એક ક્લિકમાં અનેક સુવિધાઓ આંગળીના ટેરવે મળશે.
ટેકનોલોજીની મદદ:લાખો હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે, PSM 100 નામની એક એપ્લિકેશન(psm 100 application for Visitors) બનાવવામાં આવી છે, જે google play store ઉપર મળી રહેશે અને જેનાથી પરિવહન પર પણ કંટ્રોલ કરી શકાશે. આ એપ્લિકેશન ગાઈડની ભૂમિકા ભજવશે અને યુઝરને ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં સુવિધાઓ પૂરી પાડશે.