ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80 હજાર સ્વયં સેવકો ભક્તોની સેવામાં ખડેપગે - pramukhswami nagar

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં(Pramukh Swami Maharaj Shatabdi Mohotsav) હજારોની સંખ્યામાં સ્વયંસેવકો (80 thousand volunteers serve in Shatabdi Mohotsav) કામે લાગ્યા છે. પ્રમુખસ્વામી (pramukhswami nagar)નગરમાં પ્રવેશતાની સાથે જ દરવાજાની અંદર ખાસ મેપ અને સ્વયંસેવકોનો કાફલો ભક્તોની સેવામાં લાગી જશે. સ્વયંસેવકોમાં પુરુષોની સાથે મહિલા સ્વયંસેવકોની સંખ્યા(male and female volunteer) પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80 હજાર સ્વયં સેવકો ભક્તોની સેવામાં ખડેપગે
pramukh-swami-maharaj-shatabdi-mohotsav-80-thousand-swayaam-sevaks-volunteers-will-serve-function

By

Published : Dec 14, 2022, 5:38 PM IST

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80 હજાર સ્વયં સેવકો ભક્તોની સેવામાં ખડેપગે

અમદાવાદ:અમદાવાદના એસપી રીંગ રોડ પર ઓગણજ પાસે યોજાયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mohotsav) દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો મુલાકાત લેવા માટે આવનારા (pramukhswami nagar)હોય તેઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં 80 હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે ઉભા રહીને તમામ ભક્તોના વાહન પાર્કિંગથી લઈને અલગ અલગ પ્રદર્શનની મુલાકાત સહિતની તમામ મદદ માટે કાર્યરત રાખવામાં આવ્યા(80 thousand volunteers serve in Shatabdi Mohotsav) છે.

આ પણ વાંચોશતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ

સ્વયંસેવકોનો કાફલો: પ્રમુખસ્વામી નગરમાં (pramukhswami nagar) પ્રવેશતાની સાથે જ દરવાજાની અંદર ખાસ મેપ અને સ્વયંસેવકોનો કાફલો ભક્તોની સેવામાં લાગી(80 thousand volunteers serve in Shatabdi Mohotsav) જશે. ભક્તોને પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ પ્રતિમા, અલગ અલગ પ્રદર્શની, બાળનગરી અને લાઈટ શો તરફ જવામાં મદદ કરશે. છેલ્લા અનેક મહિનાઓથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mohotsav) ભાગ લેવા માટે અલગ અલગ શહેરોમાંથી હજારોની સંખ્યામાં સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 15મી ડિસેમ્બર થી 15 મી જાન્યુઆરી સુધી સતત એક મહિના માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપશે અને આ સ્વયંસેવકોમાં પુરુષોની સાથે મહિલા સ્વયંસેવકોની સંખ્યા પણ ખૂબ જ મોટી સંખ્યામાં(80 thousand volunteers serve in Shatabdi Mohotsav) છે.

આ પણ વાંચોશતાબ્દી મહોત્સવમાં પહોંચવા માટે PSM 100 એપ્લિકેશન બનશે ગાઈડ

સંતદ્વાર આકર્ષણનું કેન્દ્ર: દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું (Pramukh Swami Maharaj Shatabdi Mohotsav) છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ (Pramukh Swami Maharaj Shatabdi Mohotsav) આપશે.

ABOUT THE AUTHOR

...view details