- બ્રિટનમાં નવા વાઇરસના કારણે થઈ છે ફ્લાઇટ સેવા બંધ
- અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી આજે લંડનથી ફ્લાઇટ
- 271 મુસાફરોમાંથી 5 લોકો કોરોના પોઝિટિવ
- પોઝિટિવ લોકોને કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ
સમગ્ર દેશમાં બ્રિટનમાંથી આવતા નવા વાઇરસની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી બધી જ ફ્લાઇટને દેશમાં આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે લંડનથી એક ફ્લાઇટ આવી હતી. જેમાં 271 પેસેન્જરો હતા.
લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધ્યો
લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધતા UKથી આવતા તમામય યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા છે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ આવ્યા બાદ જ લોકોને બહાર જવા દેવામાં આવશે. આ તમામ પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે.