અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત (Political Strategy BJP Gujarat) વધી રહી છે. ખાસ કરીને ચૂંટણી પહેલા 33 જિલ્લાઓના મોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂકીને ભાજપ સરકાર ગુજરાતના દરેક ખૂણામાંથી મજબુત થવા માગે છે. મતદારોમાં પોતાની છબી ઉજળી (gujarat BJP Election Campaign) કરવા માગે છે. પરંતુ, જ્યારે પણ કોઈ મોટાનેતા ગુજરાતના (PM Modi Gujarat Visit) મહાનગરની મુલાકાતે આવતા હોય ત્યારે એમના માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરાય છે. પણ જ્યારે વડાપ્રધાન મોદીનું આગમન થવાનું હોય ત્યારે તૈયારીઓ જ રોડ શૉ રૂપેથી શરૂ થાય છે. રાજકોટમાં આ માટેની તૈયારીઓ (PM Modi Road Show Rajkot) શરૂ થઈ ચૂકી છે.
રોડ શૉનું રાજકારણઃસતત ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી એકવખત રાજકોટમાં રોડ શૉ કરવા જઈ રહ્યા છે. આ પહેલા જ્યારે વડાપ્રધાન મોદીએ છેલ્લો રોડ શૉ રાજકોટમાં કર્યો હતો ત્યારે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ હતા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. એ પણ સ્ટેજ પર હતા ત્યારે પણ સાંસદ અને પૂર્વ મુખ્યપ્રધાન વચ્ચે શાબ્દિક તકરાર સામે આવી હતી.
ફેસ ટુ ફેસઃમહાનગરમાં મોટી સંખ્યામાં રહેલા મતદારોને રીઝવવા માટે રોડની રાજનીતિ નવી નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે લાંબા રોડ શૉ પાછળનો હેતું મોટી સંખ્યામાં મતદારો સાથે સીધો સંપર્ક કરવાનો છે. ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ જામનગરમાં રોડ શૉ કર્યો હતો. આ દરમિયાન એક હાલારીએ વડાપ્રધાનને એક ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી. જ્યારે બીજી ફોટો ફ્રેમમાં મોદીએ સહી કરીને પરત કરી.રોડ શૉ પાથળનું વિઝન પબ્લિક સુધી પહોંચીને એક ગ્રાઉન્ડ સર્વેનો હોય છે.