ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીએ તોફાનોને યાદ કર્યા, ભાજપાઈ નેતા કૉંગ્રેસી બન્યા ને કેજરીવાલે કર્યો 92 બેઠક જીતવાનો દાવો - mallikarjun kharge congress president

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રચાર પૂરજોશમાં હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 સભાને સંબોધીને (PM Modi Campaign for Gujarat Election) પ્રથમ તબક્કાના પ્રચારનો અંત કર્યો હતો. ભાજપની સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર (political party campaign for Gujarat) કર્યો હતો. તેવામાં જોઈએ ETV Bharatનો વિશેષ ઓવરઓલ રિપોર્ટ.

PM મોદીએ તોફાનોને યાદ કર્યા, ભાજપાઈ નેતા કૉંગ્રેસી બન્યા ને કેજરીવાલે કર્યો 92 બેઠક જીતવાનો દાવો
PM મોદીએ તોફાનોને યાદ કર્યા, ભાજપાઈ નેતા કૉંગ્રેસી બન્યા ને કેજરીવાલે કર્યો 92 બેઠક જીતવાનો દાવો

By

Published : Nov 29, 2022, 9:36 AM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર 29 નવેમ્બરને મંગળવારે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ જશે. તેના આગલા દિવસે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર સભાને (PM Modi Campaign for Gujarat Election) સંબોધી હતી, અમિત શાહ પણ પ્રચારના મેદાનમાં હતાં. બીજી તરફ કેજરીવાલ અને ભગવંત માન જાહેરસભા અને રોડ શૉ કરીને પ્રજાજનો પાસે મત માગ્યા હતા. તો કૉંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

આતંકવાદ સામે રક્ષણ ભાજપ આપી શકેઃ મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Campaign for Gujarat Election) સોમવારે પાલીતાણા, જામનગર, કચ્છ અને રાજકોટમાં જાહેરસભાને સંબોધી હતી. ચૂંટણીમાં માહોલ ઊભો કરવા માટે વડાપ્રધાને આતંકવાદના મુદ્દાને યાદ કરીને યુવાનોને કહ્યું હતું કે, વર્ષ 2001 પહેલા છાશવારે કરફ્યૂ લદાતો હતો. અમદાવાદ, સુરતમાં બોમ્બ બ્લાસ્ટ થતાં હતા. માટે ફરીથી આવા દિવસો લાવવા દેવા નથી. 26/11ના આતંકી હુમલાને પણ યાદ કર્યો હતો. ભાગલા પાડોને રાજ કરોની નીતિ કૉંગ્રેસની રહી છે. તેમ જ મોદીએ વિકાસ એટલે ભાજપનો નારો લગાવ્યો હતો. તેમ જ રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી, તેમજ વડીલોને ખાસ કહેજો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને મારા નમસ્કાર કહેજો. આ મુદ્દો વધુ ચર્ચિત બન્યો છે.

અમિત શાહે કોમી હૂલ્લડોની યાદ તાજી કરાવીકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah Home Minister) પણ સભાઓ કરીને ગુજરાતમાં થતાં કોમી હૂલ્લડોને યાદ કરાવીને યુવાનોને કહ્યું હતું કે, વર્ષ 2001માં એવો તો પાઠ ભણાવ્યો હતો, હવે કોઈ માઈનો લાલ હિમ્મત નહીં કરે. ભાજપનાં સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની, આસામના સીએમ હેમંત બિશ્વા શર્માએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.

જયનારાયણ વ્યાસ થયા કૉંગ્રેસીબીજી તરફ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે, કૉંગ્રેસે ભાજપમાંથી મોટી વિકેટ ખેરવી લીધી છે. કેટલાય વખતથી નારાજ એવા ભાજપના સીનીયર નેતા અને પૂર્વ આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસે (Jay Narayan Vyas joins Congress) આખી જીંદગી ભાજપ સાથે કાઢી અને હવે તેઓ આજે કૉંગ્રેસમાં જોડાયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કૉંગ્રેસનો ખેસ પહેરીને કૉંગ્રેસનો હાથ પકડ્યો છે. જયનારાયણ વ્યાસે ETV Bharat સાથે વાત કરતાં કહ્યું હતું કે હું રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાથી પ્રભાવિત થયો છું.

ભાજપે 6 વર્ષમાં ત્રણ મુખ્યપ્રધાન બદલ્યાઃ કૉંગ્રેસકૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ (mallikarjun kharge congress president) જણાવ્યું હતું કે સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી શકાય. પણ ભાજપે આ જ કામ કર્યું છે. પરંતુ ગુજરાતમાં ભાજપાએ કામ શું કર્યું કે છ વર્ષમાં ત્રણ મુખ્યપ્રધાન બદલવા પડ્યા છે. ગુજરાતમાં નર્મદાનો પાયો નાખનાર કૉંગ્રેસ સરકાર હતી.

કેજરીવાલે લખીને આપ્યું અમારી સરકાર બનશેદિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Delhi CM claim to win) સુરતમાં કહ્યું હતું કે, મેં એ લખીને આપ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. એટલે કે 92થી વધારે સીટો અમને મળી રહી છે. સ્પેસિફિક સીટો વિશે હું અત્યારે એટલું જ કહી શકીશ કે સુરતમાં અમે સાત-આઠ સીટો જીતી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કતારગામ વિધાનસભાથી જંગી બહુમતીથી જીતી રહ્યા છે. અમારા મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા વિધાનસભાથી જંગી બહુમતીથી જીતી રહ્યા છે અને વરાછા રોડથી અલ્પેશ કથીરિયા જંગી બહુમતીથી જીતી રહ્યા છે.

મોંઘવારી અને બેરોજગારી જ મુખ્ય મુદ્દા છેઃ આપકેજરીવાલે સુરતમાં વધુમાં કહ્યું હતું કે, એક સુરતવાસી ભાજપ અને નરેન્દ્ર મોદીને (PM Modi Campaign for Gujarat Election) વોટ કેમ આપે? ભાજપના 27 વર્ષના શાસન પછી ગુજરાતમાં આજે એટલી મોંઘવારી અને બેરોજગારી છે, તો એક સુરતવાસી પોતાના પરિવારને લઈને ક્યાં જાય? આ સવાલ સૌ ગુજરાતીઓનો છે.

ABOUT THE AUTHOR

...view details