અમદાવાદ/ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાષ્ટ્રીય નેતાઓ એક બાદ એક ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પણ વાગવા લાગ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો (Youth Wings of political Parties) જંગ સર્જાવવાનો છે. આ જંગમાં મહત્વનો ભાગ યુવાનો રહેલો હોય છે. ચૂંટણી દરમિયાન (BJP Youth Wing) પ્રચારમાં સૌથી વધુ મેદાનમાં યુવાનો (Congress youth wing) જોવા મળતા હોય છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને AAP ત્રણેય (AAP Youth Wings) સંગઠનમાં યુવા પાંખ પણ હાલ એક બાદ એક કાર્યક્રમો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતને ટુરિઝમ હબ બનાવવાની તૈયારીઓ શરૂ, રાજ્યમાં 28 સ્થળોએ ટુરિસ્ટ ઓફિસ બનશે
સભ્ય અભિયાનમાં યુવાનોઃહાલ ભાજપનું યુવા પાંખ સદસ્યા અભિયાનમાં જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસનું યુવા નેતૃત્વ બેરોજગારીને લઈ યુવાનો સાથે સંવાદ કરી રહ્યું છે, જ્યારે AAP પાર્ટીનું યુવા સંગઠન બેરોજગાર યુવા યાત્રા સાથે યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે આ અંગે થઈ ETV bharatએ ત્રણેય યુવા સંગઠનના વડાઓ સાથે વાત કરી તેઓના મત પણ જાણ્યા હતા. ભાજપ કોંગ્રેસ અને AAPમાં યુવા નેતૃત્વનું સૌથી મહત્વની કામગીરી પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય છે, પક્ષમાં નવા લોકોને કેવી રીતે જોડી શકાય તથા સત્તાધારી પક્ષની નિષ્ફળતાઓને કેવી રીતે ઉજાગર કરવી તે અંગે થઈ યુવા નેતૃત્વ કામગીરી કરતું હોય છે..
ભાજપ યુવા પાંખઃભાજપના યુવા નેતૃત્વની કમાન સાંભળનાર પ્રશાંત કોટકે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનો તેઓના માર્ગદર્શન સાથે આગળ વધી રહ્યા છે. હાલ થોડાક જ સમયમાં રાજ્યમાં ખુબ જ મોટું યુવા સંમેલન પણ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને માર્ગદર્શન આપવાના છે. ભાજપનું યુવા સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે. ABVP થી પ્રદેશ સંગઠન સાથેનું સંકલન પણ ખુબજ ટ્રાન્સપરન્ટ રહેલું છે.
ભાજપમાં યુવાનોઃ જેથી યુવાનો પણ સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલ ભાજપ મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસની ગૌરવગાથાને ગામે ગામ અને શહેરે શહેર લઈ જવામાં આવી રહી છે. સદસ્યા અભિયાન થકી હાલ ભાજપ દરેક લોકોને ભાજપમાં જોડવાનું કામ કરી રહ્યું છે. તો બીજી તરફ આવનારી ચૂંટણીને લઈ ભાજપ યુવા પાંખ પણ સજ્જ બની ગયું છે, ચૂંટણી દરમિયાન પ્રચાર અથવા અન્ય તમામ પ્રકારની જવાબદારીને લઈ ભાજપનું યુવા પાંખ આગળ વધી રહ્યું છે. ગુજરાત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે.