અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. તેમણે ઉમેદવારીપત્ર ભરવાના પણ શરૂ કરી દીધા છે. ત્યારે હવે સ્ટાર પ્રચારકો ગુજરાત (BJP Star Campaigners) આવશે અને જાહેરસભા સંબોધશે અને રોડ શૉ કરશે.
કેન્દ્રિય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશેસૂત્રોના જણાવ્યા મુજબ, 10થી વધુ કેન્દ્રિય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન, ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં જાહેર સભાઓ ગજવશે.
સુરતની લિંબાયત બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટિલે (sangita patil mla surat ) ઉમેદવારી ફોર્મ ભર્યું રાજ્યોના સીએમ પ્રચાર કરવા આવશેમધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવશે. તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. આ ઉપરાંત ડ્રીમગર્લ અભિનેત્રી અને ભાજપનાં સાંસદ હેમા માલિની, અભિનેતા રવિ કિશન, મનોજ તિવારી ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. ભાજપે 35થી વધુ સ્ટાર કેમ્પેઇન કરવા માટે ચૂંટણીના મેદાને (Gujarat Assembly Election 2022) ઉતાર્યા છે.
ગુજરાતના સ્થાનિક સ્ટાર પ્રચારકોગુજરાતમાંથી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શંભુનાથ ટુંડિયા, ગણપત વસાવા, હર્ષ સંઘવી, સી.આર.પાટીલ, કુંવરજી બાવળીયા, મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. જોકે, ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
ભાજપના ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જિતુ વાઘાણીએ (Bhavnagar West BJP Candidate Jitu Vaghani) ઉમેદવારી ફોર્મ ભર્યું હેલિકોપ્ટર આવવાના શરૂ થઈ ગયાભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રચાર કરવા માટે સજ્જ બની રહ્યું છે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર હાયર કર્યા છે. દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે હેલિકોપ્ટર આવવા શરૂ થયા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. અને કમલમની પાછળ ભાજપ દ્વારા તૈયાર હેલીપેડ તૈયાર કરાયું છે. ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપ્ટર હાયર કર્યા છે. એક મહિના સુધી ભાજપે મેઘામેક્સ કંપનીના હેલિકોપ્ટર રેન્ટ પર લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
22 બેઠકો પર સસ્પેન્સ યથાવત્ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, હજી 22 ઉમદવારોના નામ પર સસ્પેન્સ યથાવત્ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બરે છે, અને પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 14 નવેમ્બર છે. રાજ્ય ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર આજથી પ્રતિબંધ મુકી દીધો છે.
વિનુ મોરડિયા ઘોડેસવારી કરી પહોંચ્યા ઉમેદવારી નોંધાવવા કોંગ્રેસની ત્રણ યાદી જાહેરકોંગ્રેસ ગત મોડી રાતે 46 ઉમદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકીટ ફાળવી છે. બીજી યાદીમા 21 નવા ચહેરા, 25 ઉમેદવાર રિપીટ કરાયા છે. શુક્રવારે સાંજે કોંગ્રેસે 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આમ, કોંગ્રેસની ત્રણેય યાદી મળીને કુલ 96 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ભાજપના ઉમેદવારોએ ભર્યું ફોર્મ સુરતની લિંબાયત બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટિલે (sangita patil mla surat ) ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, સુરતના પ્રમુખ નિરંજન ઝાઝમેરા, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભાજપના ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જિતુ વાઘાણીએ (Bhavnagar West BJP Candidate Jitu Vaghani) ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ કતારગામના ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા ઘોડેસવારી કરીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.
કૉંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ઉમેદવારી પત્ર ભર્યુંઆમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (AAP Leader Gopal Italia Nomination Form) વિજય મુહર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોપાલ ઈટાલિયા ‘આપ’ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે કતારગામના અક્ષરવાડી મંદિર ખાતે પહોંચ્યા હતા. સ્વામીનારાયણ મંદિરમાં રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાલિયાએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી.
રાઘવ ચઢ્ઢાએ રોડ શૉ કર્યોઆમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભા ઉમેદવાર મનોજ સોરઠીયાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ‘આપ’ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે રોડ શૉ સાથે મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં રાઘવ ચઢ્ઢા અને મનોજ સોરઠીયાએ ભગવાનના ચરણોમાં શિશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી. તમામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.