વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર બનાવી હતી. આ સિવાય જે-તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટું સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા ત્યારે આજે તેમનું અવસાન થતા આજે ભાજપ સહીત કોંગ્રેસના નેતાઓ પણ આજે તેમની ઉપસ્થિતિ ન રહેતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો ચાલો રાજકારણમાં મોટું નામ ધરાવતા કદાવર નેતા વિઠ્ઠલભાઇની રાજકીય સફર પર કરીએ એક નજર...
વર્ષ 1987માં જામકંડોરણા તાલુકા પંચાયત તાલુકામાં પ્રમુખ તરીકે કામગીરી કરી.
ત્યારબાદ વર્ષ 1990થી 2009 એમ સતત 19 વર્ષ સુધી ધોરાજી- જામકંડોરણાના ધારાસભ્ય તરીકે કામ કર્યું
વર્ષ 1996થી 1998 સુધી ખાણ ખનિજ અને સહકાર ખાતાના પ્રધાન તરીકે સેવા આપી
વર્ષ 1997થી 1998 સુધી સિંચાઇ ખાતાના કેબિનેટ પ્રધાન રહ્યા
વર્ષ 2000થી 2003 સુધી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્ય કર્યું
વર્ષ 1995થી સતત અત્યાર સુધી રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન પદે કાર્યરત હતા
એટલું જ નહીં 2004થી અત્યાર સુધી ઇફકો, ન્યુ દિલ્હી ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે
વર્ષ 2009થી 2019 સુધી પોરબંદરમાં સંસદ સભ્ય તરીકે ગ્રાઉન્ડ લેવલ પર અનેક કાર્યો કર્યા