ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં બંદોબસ્તમાં આવેલા પોલીસકર્મીઓના વાહન પોલીસ દ્વારા જ ટોઇંગ કરાયા - અમદાવાદ પોલીસ

24મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે, ત્યારે બંને મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ જશે જ્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે, ત્યારે આ કાર્યક્રમને લઈને 10,000 પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે. બંદોબસ્તમાં આવેલા પોલીસકર્મીઓના જ વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરવામાં આવ્યા છે.

પોલીસકર્મીઓના વાહન પોલીસ દ્વારા જ ટોઇંગ કરાયા
પોલીસકર્મીઓના વાહન પોલીસ દ્વારા જ ટોઇંગ કરાયા

By

Published : Feb 22, 2020, 3:01 PM IST

Updated : Feb 22, 2020, 3:31 PM IST

અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે બંદોબસ્તમાં આવેલા પોલીસકર્મીઓ પોતાના વાહનો સ્ટેડિયમ બહાર અને સ્ટેડિયમ નજીક અડચણ રૂપ પાર્ક કર્યા હતા. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા અડચણ રૂપ પાર્ક કરેલા તમામ વાહનો ટોઇંગ કર્યા હતા.

પોલીસકર્મીઓના વાહન પોલીસ દ્વારા જ ટોઇંગ કરાયા
આ મામલે L ડિવિઝનના પીઆઇ સાથે વાતચીત કરતા તેેઓએ જણાવ્યું હતું કે બહારથી 10,000 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં આવ્યા છે અને તમામ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે જે વાહનો અડચણ રૂપ પાર્ક કર્યા છે તેને ટોઇંગ કરીને પાર્કિંગ ખાતે સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે અને કોઈ પણ વાહન ચાલક પાસે ટોઇનગનો દંડ વસુલવામાં નહીં આવે.
Last Updated : Feb 22, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details