ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સામાન્ય લોકો રસ્તા પર નીકળી પડતા પોલીસને બેરિકેડ મૂકવાની ફરજ પડી - Ahmedabad closed

રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં લોકો દ્વારા લોકડાઉનનો ભંગ થયો હતો. લોકો રસ્તા પર જોવા મળ્યાં હતા. અમદાવાદ, ગાંધીનગર, સૂરત, રાજકોટ અને ગાંધીનગરમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં લોકો રસ્તા પર જોવા મળ્યાં હતા.

સામાન્ય લોકો રસ્તા પર નીકળી પડતા પોલીસને જાહેર રસ્તા ઉપર બેરિકેડ મૂકવાની ફરજ પડી
સામાન્ય લોકો રસ્તા પર નીકળી પડતા પોલીસને જાહેર રસ્તા ઉપર બેરિકેડ મૂકવાની ફરજ પડી

By

Published : Mar 23, 2020, 6:52 PM IST

અમદાવાદઃ રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં લોકો દ્વારા લોકડાઉનનો ભંગ થયો હતો. ગાંધીનગર, સૂરત, રાજકોટ અને ગાંધીનગરમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં લોકો રસ્તા પર જોવા મળ્યાં હતા. લોકો રસ્તા પર આવી ગયા બાદ મોડે મોડે પોલીસ જાગી હતી અને રસ્તા પર ઉતરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. આ તકે જો હવે કોઈ પણ રસ્તા પર નીકળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. વકરતા કોરોનાને લઈને અમદાવાદમાં જાહેર કરાયેલા લોકડાઉનનું પણ સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. શહેરની મધ્યમાં આવેલા દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર જોવા મળ્યા હતાં. આ તકે પોલીસે કાર્યવાહી હાથ ધરતા લોકોને પાછા વાળવાનો પ્રયાસ કર્યો હતો.

સામાન્ય લોકો રસ્તા પર નીકળી પડતા પોલીસને જાહેર રસ્તા પર બેરિકેડ મૂકવાની ફરજ પડી
વર્તમાનામાં પરિસ્થિતીને ધ્યાને લેતા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આ તકે ખાનગી કંપની-કોર્પોરેટ કંપનીઓએ ઘેર બેઠાં જ કામ કરવાની કર્મચારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના નોકરીના સમયમાં કાપ મૂકાયો છે. આમ, હવે ગુજરાતમાં એક પછી એક શહેરો-જિલ્લા લોકડાઉન થવા માંડયા છે. જેના કારણે લોકોની ચિંતા વધી છે. લોકોને ઘરે રહેવાની અપીલ કરાઈ હોવા છતાં પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે જેઓને ઘરે રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details