- વિઠલાપુર માતાજીની ગરબીમાં પોલીસ સ્ટાફે કર્યું માસ્ક વિતરણ
- ગામની ગરબી પર પૂજા-આરતી બાદ માસ્ક વિતરણ કરાયા
માંડલના વિઠલાપુર ખાતેની ગરબી પર જઈ પોલીસે લોકોને માસ્કનું વિતરણ કર્યું
સરકાર અને પોલીસ કોરોનાથી સાવચેતી રાખવા લોકોને અપીલ કરી રહી છે. પોલીસ દ્વારા પણ ઘણી જગ્યાએ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. વિઠલાપુર ગામમાં પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. સાંજે ગામની ગરબી પર પૂજા આરતી કર્યા બાદ વિઠલાપુર પોલીસ લોકોને માસ્કનું વિતરણ કરે છે. આ સાથે જ કોરોના માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરે છે.
વિરમગામઃ સરકારે આ વખતે ગરબા રમવા માટે પરવાનગી નથી આપી તેમ છતાં લોકો પોતાના ઘરે પોતાના ચોકમાં માતાજીની આરાધના કરી રહ્યા છે. વિઠલપુરા ગામમાં પણ ગરબી મૂકવામાં આવી છે. અહીં માતાજીની પૂજા અને આરતી કરવામાં આવે છે. પોલીસ નવરાત્રિનો લાભ લઈ લોકોને કોરોના અંગે જાગૃત કરી રહી છે. વિઠલપુરામાં ગામની ગરબી પર આરતી માટે આવતા લોકોને પોલીસે માસ્કનું વિતરણ કર્યું હતું. આ સાથે જ સરકારે આપેલી કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે ગામના લોકોને સમજાવ્યા હતા. પોલીસે હવે જ્યાં-જ્યાં આરતીનું આયોજન થાય છે ત્યાં-ત્યાં જઈ માસ્કનું વિતરણ કરવાનું કામ કરી રહી છે. લોકો માસ્ક પહેરે અને કોરોનાથી બચે તેવા હેતુથી પોલીસ લોકોને માસ્ક આપી રહી છે. માસ્ક વિતરણની કામગીરીમાં પીઆઈ સી. બી. ચૌહાણ, પીએસઆઈ રાજુભાઈ સહિતના અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.