અમદાવાદ: થોડાક દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ( hooch tragedy in Shahpur)હતો. વાયરલ વીડિયોમાં..બે વ્યક્તિ દારૂ પીને બેભાન થયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વિડિયો, શાહપુર વિસ્તારના કીડીપાડાની પોળનો હોવાનો જાણવા મળ્યું હતું. જ્યારે આ મામલે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા કઈક અલગ જ કારણ બતાવવામાં આવ્યું છે. પોલીસે લઠ્ઠાકાંડની વાત નકારી છે, તેમનું કહેવું છે કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિઓ ઢોલ વગાડવા આવ્યા હતા, જેમાંથી એકને ખેંચ આવતા બેભાન થયો હતો.
શાહપુરમાં લઠ્ઠાકાંડના સમાચાર પર પોલીસનો જવાબ, કહ્યું અહીંયા શાંતિ છે, અહેવાલ ખોટા - વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડ સમાચાર વહેતા થયા (hooch tragedy in Shahpur) હતા. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બે વ્યક્તિ દારૂ પીને બેભાન થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ વાતને સ્થાનિક પોલીસે નકારી છે, અને કઈક બીજું કારણ બતાવ્યું છે.
hooch tragedy in Shahpur
વધુમાં પોલીસે કહ્યું: સોશિયલ મીડિયા વાયરલ થયેલ વિડિયો અનુસંધાને શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો કોઈ બનાવ બનવા પામેલ નથી અને આ વિડીઓ ક્લિપને હાલમાં કોઈ સમર્થન મળતું નથી, જે ઘેરમાર્ગ દોરનાર છે.શાહપુર વિસ્તારમાં શાંતિ છે, જેની તમામે નોંધ લેવી.