ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ટોર્ચરની વાત પોલીસે ફગાવી - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં પોલીસ તપાસના નામે બાળકોને ટોર્ચર કરતી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.એચ વોરાની કોર્ટમાં દાખલ રિટ મુદ્દે શુક્રવારે પોલીસે જવાબ રજૂ કરતા તેમના બાળકો સાથે હેરાનગતિ અને ટોર્ચર કરવાના આક્ષેપ ફગાવ્યા હતા. આ મામલે વધુ સુનાવણી 12મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ahmedabad
ahmedabad

By

Published : Nov 29, 2019, 7:31 PM IST

પોલીસ તરફે રજૂ કરવામાં આવેલા સોંગદનામાં તમામ આક્ષેપ ફગાવી દીધા હતા. પોલીસે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, જે બે બાળકોએ આશ્રમ છોડયું છે, એ તેમની મરજીથી ગયા હતા. આશ્રમમાં તપાસ દરમિયાન બિભત્સ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ પણ ફગાવ્યા હતા.

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ટોર્ચરની વાત પોલીસે ફગાવી

અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માગ અરજી કરવામાં આવી છે. પોલીસ તરફથી અશ્લીલ મટિરિયલ્સ બતાવી અને હેરાન ન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details