ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Police: રથયાત્રા પહેલા NDPS ના ગુનેગારોના ત્યાં પોલીસના દરોડા, અલગ અલગ વિસ્તારમાંથી ગાંજા સાથે ઝડપાયા ગુનેગાર

અમદાવાદ પોલીસએ જગન્નાથની 146મી રથયાત્રા પહેલા ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેમાં ગુના સાથે સંકળાયેલા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે આ આરોપીઓ વિરુધ કાર્યવાહી કરી હતી.

રથયાત્રા પહેલા NDPS ના ગુનેગારોના ત્યાં પોલીસના દરોડા, અલગ અલગ વિસ્તારમાંથી ગાંજા સાથે ઝડપાયા ગુનેગાર
રથયાત્રા પહેલા NDPS ના ગુનેગારોના ત્યાં પોલીસના દરોડા

By

Published : Jun 3, 2023, 11:56 AM IST

Updated : Jun 3, 2023, 12:30 PM IST

રથયાત્રા પહેલા NDPS ના ગુનેગારોના ત્યાં પોલીસના દરોડા, અલગ અલગ વિસ્તારમાંથી ગાંજા સાથે ઝડપાયા ગુનેગાર

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા હોય તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેથી અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શહેરના ઝોન પાંચ વિસ્તારમાં પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઇવ દરમિયાન એનડીપીએસના ગુના સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન: રથયાત્રા અનુસંધાને ઝોન પાંચ ડીસીપી બળદેવ દેસાઈ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NDPSની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રખાવી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેમાં ઝોન 5ના બે એસીપી, 6 પીઆઇ અને 16 પીએસઆઇ સહિત 122 માણસોનો સ્ટાફ બાપુનગર, ગોમતીપુર, રામોલ રખિયાલ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યું હતું. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનવાડીમાં ગફુરબસ્તીમાંથી 33.110 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝરીનાબાનુ પઠાણ નામની વટવાની મહિલાને ઝડપી તેને જથ્થો આપનાર શોકત અલી શેખ નામના શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

"રથયાત્રા અનુસંધાને આ ડ્રાઈવનું આયોજન કરાયું હતું, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ માં અલગ અલગ જગ્યાઓ પરથી ગાંજા સાથે ગુનેગારો ઝડપાયા છે"--બળદેવ દેસાઈ (ઝોન 5 DCP)

વોન્ટેડ જાહેર:એનડીપીએસની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓના ઘરે રેડ કરવામાં આવી હતી. જે બાદ આ મામલે પોલીસે ગાંજાના ત્રણ કેસો શોધી કાર્યવાહી હાથ ધરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ટોપીમીલ ઢાળમાંથી 84 ગ્રામ ગાંજાના જથ્થા સાથે અબ્દુલ કાદર ઉર્ફે કાદર રસુલ મિયા મલેક નામના ધરપકડ કરવામાં આવી છે. તેને જથ્થો આપનાર મોહમ્મદ શકીલ મણીયારને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બાપુનગર વિસ્તારમાં સુંદરમનગર ખાતે ગાયત્રી નગરમાંથી 51.96 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સુશાંત ઉર્ફે સલ્લુ શર્મા નામના રામોલના યુવકને પકડી તેને ગાંજો આપનાર આરોપી મોહમ્મદ યુસુફ શેખને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Crime : મોદી સ્ટેડિયમમાં મેચને લઈને ધમકીભર્યા મેસેજ કેસમાં બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ
  2. Ahmedabad Crime : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
  3. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો
Last Updated : Jun 3, 2023, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details