અમદાવાદઆમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની ધરતી પર પગ મૂકે તે જ સમયે આમ આદમી પાર્ટી ડેટા ઓફિસ પર બાઈક પર સવાર ત્રણ લોકો દ્વારા પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપી રેડ પાડવામાં આવી( Police raid on AAP data office)હતી. જોકે પોલીસ દ્વારા આવી કોઈ પણ પ્રકારની રેડ પાડવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.
AAPનો પોલીસ દ્વારા રેડ પડી હોવાનો આક્ષેપગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા જ આમ આપની પાર્ટી(Gujarat AAP)અને ભારતીય જનતા પાર્ટીવચ્ચે પહેલા જ રસાકસી જામી હોય તેવું સામે આવી રહ્યું છે. ગત રાત્રેઆમ આદમી પાર્ટીની ડેટાઓફિસ પર પોલીસ દ્વારા રેડ પડી હોવાનો (Police raid on Aam Aadmi Party office )આક્ષેપ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે.
સાંજે 8 વાગે દરોડા પડ્યાઆમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગત રાત્રે આમ આદમી પાર્ટીના ડેટા ઓફિસ પર પોલીસ દ્વારા રેડ (Ahmedabad Police)પાડવામાં આવી હતી. સંગઠન પ્રધાન દ્વારા તેમનો પરિચય પૂછવામાં આવ્યો તો તે પોતે નવરંગપુરા પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાંથી આવ્યા છે. અને તેમણે હિતેશ અને પારસ નામ અને આઈ કાર્ડ બતાવી પોતાનો પરિચય આપ્યો હતો.